કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન ગુજરાતમાં 1990ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી. હવે તો એના કરતા પણ સ્તર નીચું ગયું.
Gujarat Election
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election Result 2022)નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પ્રચંડ બહુમતિ સાથે એક વાર ફરી ભાજપ(BJP)સરકાર બનાવતી નજર સામે આવી રહી છે. ભાજપ પ્રદેશમાં ઐતિહાસિક જીત તરફ વળી છે તો કોંગ્રેસ પોતાની રાજકિય ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતી જોવા મળી છે. છ દશકમાં કોંગ્રેસ (Gujarat Congress)ને ક્યારેય પણ આટલી ઓછી સીટ ગુજરાતમાં મળી નથી. રામ મંદિર આંદોલન અને આપાતકાલ વખતે પણ કોંગ્રેસને ગુજરાતમાં આવી કરારી હારનો સામનો કરવો પડ્યો નહોતો.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. ભાજપ રાજ્યની 182 બેઠકોમાંથી 150 સીટ પર કબ્જો મેળવી આગળ વધી છે તો કોંગ્રેસ માત્ર 20 સીટ પર જ સારુ પ્રદર્શન કરતી જોવા મળી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાત સીટ પર આગળ વધી છે જ્યારે અન્યના ખાતામાં ત્રણ સીટ પડી છે. કોંગ્રેસના ખાતામાં માત્ર આટલી જ બેઠક છે તો ગુજરાતના ઈતિહાસમાં આ એની સૌથી ખરાબ હાર હશે. આટલું જ નહીં કોંગ્રેસનો વોટ શેર પણ નીચે ગયો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ ગુજરાત બોમ્બે પ્રદેશનો હિસ્સો હતું. એક મે 1960ના રોજ બોમ્બેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્ય બન્યા હતાં. ગુજરાતમાં 1960 થી લઈ અત્યાર સુધીમાં કુલ 15 વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે અને આ વખતે કોંગ્રેસ સૌથી ખરાબ કરારી હારની સ્થિતિ પર છે.
આ પણ વાંચો:Gujarat Election Result:રવિન્દ્ર જાડેજાના પ્રચાર ફિલ્ડિંગની કેવી રહી અસર? જાણો રિવાબાની સ્થિતિ
કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન ગુજરાતમાં 1990ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી.ત્યાર બાદ કોંગ્રેસની કેટલીક બેઠકો અમુક હદ સુધી વધતી ગઈ. 2002માં કોંગ્રેસને 50, જ્યારે કે 2007માં 59 બેઠકો મળી હતી. 2017માં પાર્ટીએ 77 બેઠકો પર કબ્જો મેળવ્યો હતો અને ભાજપને કાંટાની ટક્કર આપી હતી. બે દશકોમાં કોંગ્રેસે 2017માં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.
1962થી લઈ 1976 સુધી કોંગ્રેસે ગુજરાતમાં એકછત્ર રાજ કર્યુ હતું, પરંતુ પહેલો ઝટકો આપાતકાલ વખતે લાગ્યો અને કોંગ્રેસની બેઠકો ઘટીને 75 પર આવી ગઈ હતી. આ પહેલા સુધી કોંગ્રેસ 100 બેઠકો કરતાં વધારે બેઠકો જીતતી આવી છે. ત્યાર બાદ કોંગ્રેસ 1980માં બીજી વાર પ્રચંડ બહુમતિ સાથે પરત આવી હતી અને 51 ટકા મત સાથે 141 સીટો જીતવામાં સફળ રહી હતી. બાદમાં વર્ષ 1985માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસે 55.55 ટકા મતો સાથે 149 બેઠકો પર કબ્જો મેળવ્યો હતો.
આ પણ વાંચો:કોંગ્રેસના એ નેતા જેનો રેકોર્ડ મોદી પણ નથી તોડી શક્યા, ગુજરાતમાં હજી પણ BJPનું સપનું
આ ચૂંટણી બાદ કોંગ્રેસનું પ્રદર્શન ગુજરાતમાં સતત નીચું થતું ગયું અને છ દશકોમાં 1990ની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી માંડ માંડ 33 સીટ પર જીત હાંસિલ કરવામાં સફળ રહી હતી. પરંતુ હવે તો કોંગ્રેસ આના કરતા પણ નીચલા સ્તર પર પહોંચી ગઈ અને હારની અંતિમ સીમાએ આવી ગઈ. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોનો દાટ તો વળ્યો જ સાથે સાથે વોટ શેરમાં પણ ખરાબ પ્રદર્શન રહ્યું.