Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat Election 2022

લેખ

કોંગ્રેસ પાર્ટી લોગો

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની ગોલમાલ, રિપોર્ટમાં ટિકિટો વેચવા સહિતના અનેક ખુલાસા

વિધાનસભાની 2022ની ચૂંટણી (Assembly Election 2022)ને લઈ એક મોટો ખુલાસો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Gujarat Congress)ને લઈ જે વાત બહાર આવી છે તેનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

08 June, 2023 02:06 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ઈસુદાન ગઢવી (તસ્વીર સૌજન્ય મિડ-ડે)

ઈસુદાન ગઢવીને બનાવ્યા આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ

આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો

05 January, 2023 11:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સોમનાથ મહાદેવને ચડાવેલાં પીતાંબર ઘેરબેઠાં મેળવી શકાશે

ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા દ્વારકામાં તૈયાર કરાશે

ગુજરાત બીજેપીએ ચૂંટણી પહેલાં કરેલા સંકલ્પને કરાશે સાકાર : ગુજરાતમાં વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન આપવાની જાહેરાત પણ કરાઈ

23 December, 2022 12:17 IST | Ahmedabad | Shailesh Nayak
નરેન્દ્ર મોદી

મેરી કોશિશ હૈ કિ સૂરત બદલની ચાહિએ મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી

જ્યાં સુધી ઉમેદવાર પોતાની કાબેલિયત અને કાર્યોના પ્રદર્શનથી નહીં ચૂંટાય ત્યાં સુધી દેશનું ભાવિ જોખમમાં છે. મોદીના નામથી જ નહીં, ઉમેદવારોના કામથી ચૂંટણી જિતાય તો જ જીતની સાર્થકતા ગણાશે.

21 December, 2022 06:00 IST | Mumbai | Pravin Solanki

ફોટા

 ગુજરાતની આ ઐતિહાસિક ઘટનાઓ બની ચર્ચાનું કેન્દ્ર 

Year Ender 2022: ગુજરાતની આ ઐતિહાસિક ઘટનાઓ બની ચર્ચાનું કેન્દ્ર 

વર્ષ 2022 ગુજરાતમાં અનેક ઘટનાઓનું સાક્ષી રહ્યું. આ વર્ષે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિક્રમજનક 156 બેઠકો જીતી, મોરબી પુલ ધરાશાયી થવામાં 135 લોકોના મોત અને બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની અકાળે મુક્તિ જેવા મુદ્દાઓ મુખ્ય ભૂમિકા ભજવશે.  2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનું મનોબળ વધારતા ભાજપે સતત સાતમી વખત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી હતી, જ્યારે રાજ્યમાં પ્રથમ વખત પોતાનું નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી (AAP) પાંચ બેઠકો જીતી હતી.

28 December, 2022 04:05 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સોમવારે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા (તસવીર સૌજન્ય : એ.એન.આઇ)

આ છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સેનાપતિઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠક પર ઐતિહાસિક જીત મેળવીને ભવ્ય વિજય મેળવ્યા બાદ ગઈ કાલે ગાંધીનગરમાં સચિવાલય હેલિપૅડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની ૨.૦ સરકારમાં ૬ નવા ચહેરા સાથે કુલ ૧૬ પ્રધાનોનો સમાવેશ કરાયો છે, જેમાં ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારના ૭ અને વિજય રૂપાણી સરકારના ૩ ભૂતપૂર્વ પ્રધાનો સાથે કુલ ૧૦ પ્રધાનોને રિપીટ કરાયા છે.

13 December, 2022 08:17 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ભાજપની ભવ્ય જીતમાં હરખાયાં કાર્યકરો

Election Result:કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડથી જશ્ન

ગુજરાત વિધાનસભા(Gujarat Election 2022)ની ચૂંટણીમાં ભાજપ(BJP)એ સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસનો રેકોર્ડ તોડવાનું સપનું ભાજપે પુરું કર્યું છે. વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 150 કરતાં પણ અધિક બેઠકો પર કબ્જો મેળવ્યો છે. જ્યારે કે કોંગ્રેસે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની ભવ્ય જીત પર ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ન માત્ર ગુજરાતમાં જમ્મુ, મુંબઈ અને મધ્યપ્રદેશમાં પણ ભાજપની શાનદાર જીતનો હરખ ઉમટ્યો છે.   

08 December, 2022 05:04 IST | Ahmedabad | Nirali Kalani
પ્રતીકાત્મક તસવીર

મતદાન માટે યુવાઓનો જોશ હાઈ

કોઈકે અનુભવ્યો વોટિંગ કરીને મોટા થઈ ગયાનો અહેસાસ તો કોઈકને એવું લાગ્યું કે સરકાર ઊભી કરવામાં હું પણ કૉન્ટ્રિબ્યુટ કરી શકું છું : પહેલી વાર વોટિંગ કરવાનો મોકો મિસ ન થાય એટલા માટે મુંબઈથી વોટિંગ કરવા ગુજરાત આવી નયના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં ગઈ કાલે પહેલી વાર મતદાન કરનાર યુવા મતદારોનો ઉત્સાહ આસમાને જણાતો હતો. પહેલી વાર વોટિંગ કરવાની એક્સાઇટમેન્ટ જબરદસ્ત રહી હતી. એટલું જ નહીં, પહેલી વાર વોટિંગ કરવાનો મોકો મિસ ન થાય એટલા માટે મુંબઈમાં રહેતી નયના વોટિંગ કરવા માટે તેના ગુજરાતમાં આવી હતી. ગુજરાતમાં યોજાયેલા મતદાનમાં અમદાવાદ, વડોદરા, પાલનપુર હોય કે પછી પાટણ કે દાહોદ હોય કે અન્ય શહેરી કે ગ્રામીણ વિસ્તાર હોય, પહેલી વાર મત આપવા જતાં યુવાન-યુવતીઓમાં એક પ્રકારની ચમક દેખાઈ હતી. કોઈકે અનુભવ્યો વોટિંગ કરીને મોટા થઈ ગયાનો અહેસાસ તો કોઈકને એવું લાગ્યું કે સરકાર ઊભી કરવામાં હું પણ કૉન્ટ્રિબ્યુટ કરી શકું છું તો કોઈકને એમ પણ થયું કે હવે પાંચ વર્ષે નહીં, પણ છ-આઠ મહિને પબ્લિક વચ્ચે આવજો.  (શબ્દાંકન : શૈલેષ નાયક)

06 December, 2022 09:44 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની જીત બાદ નરેન્દ્ર મોદીએ કહી આ મોટી વાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની જીત બાદ નરેન્દ્ર મોદીએ કહી આ મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત માટે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

09 December, 2022 03:00 IST | Ahmedabad
સાત વર્ષની છોકીરીએ આ કામથી કર્યા વડાપ્રધાન મોદીને ચકિત

સાત વર્ષની છોકીરીએ આ કામથી કર્યા વડાપ્રધાન મોદીને ચકિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન નવસારીમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેર સભાને સંબોધિત કર્યા પછી વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના યુવા સર્મથકોને મળ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીની બાજુમાં વીડિયોમાં એક સાત વર્ષની એક છોકરી ભાજપના વખાણ કરતી જોવા મળે છે, જે મુદ્દાએ વિવાદ સર્જ્યો છે.

22 November, 2022 04:22 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK