Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં રોડ પર ભરાયેલા વરસાદના પાણીમાં વીજળીનો કરન્ટ લાગ્યો, પતિ-પત્નીનાં મોત

અમદાવાદમાં રોડ પર ભરાયેલા વરસાદના પાણીમાં વીજળીનો કરન્ટ લાગ્યો, પતિ-પત્નીનાં મોત

Published : 10 September, 2025 11:02 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નારોલ વિસ્તારમાં રહેતા રાજન સિંઘલે પિતાને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યા હતા જેથી રાજન પત્ની અંકિતા સાથે હૉસ્પિટલ ગયો હતો અને ત્યાંથી રાતે ૧૧ વાગ્યે બન્ને ઘરે આવી રહ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદમાં આવેલા નારોલ વિસ્તારમાં મટન ગલી રોડ પરથી સોમવારે મોડી રાતે હૉસ્પિટલમાંથી ઘર તરફ જઈ રહેલા દંપતીને રોડ પર ભરાયેલા વરસાદનાં પાણીમાં વીજળીનો કરન્ટ લાગતાં બન્નેનું ઘટનાસ્થળે મોત થયું હતું. થોડી મિનિટમાં દંપતીનાં એકસાથે થયેલાં મૃત્યુની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. પાણીમાં વીજ-કરન્ટ કઈ રીતે આવ્યો એ વિશે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તપાસ હાથ ધરી છે. 

નારોલ વિસ્તારમાં રહેતા રાજન સિંઘલે પિતાને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યા હતા જેથી રાજન પત્ની અંકિતા સાથે હૉસ્પિટલ ગયો હતો અને ત્યાંથી રાતે ૧૧ વાગ્યે બન્ને ઘરે આવી રહ્યાં હતાં. તેઓ મટન ગલીમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રોડ પર પાણી ભરાયેલાં હોવાથી આ દંપતી તેમના ટૂ-વ્હીલરને ધક્કો મારીને લઈ જતું હતું એ દરમ્યાન અચાનક પાણીમાં કરન્ટ લાગતાં અંકિતા ઢળી પડી હતી. એ જોઈને તેને બચાવવા ગયેલા રાજનને પણ કરન્ટ લાગતાં તે પણ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને વીજ-કંપનીને જાણ કરતાં અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વીજપુરવઠો બંધ કરી દીધો હતો અને ઍમ્બ્યુલન્સ બોલાવીને દંપતીને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં આ દંપતીને મૃત્યુ પામેલું જાહેર કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2025 11:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK