અહીં શીખો લીલવાની કચોરી
લીલવાની કચોરી
સામગ્રી : પડ માટે : ૧ કપ મેંદો, ૨ ચમચી ઘી અને મીઠું
પૂરણ માટે : બે કપ લીલી તુવેરના દાણા, ૧ કપ કોથમીર, ૧/૨ કપ લીલું નારિયેળ ખમણીને, ૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ચપટી હિંગ, ૧ ચમચી તલ, ૧ ચમચી સાકર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લીંબુનો રસ, મીઠું અને તળવા માટે તેલ.
ADVERTISEMENT
રીત : પડ : લોટમાં ઘી અને મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરીને સૉફ્ટ લોટ બાંધી એને ઢાંકીને મૂકી દો.
પૂરણ : તુવેરના દાણા અને આદું-મરચાંને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેવાં. પછી ગૅસ પર એક કડાઈ મૂકી એમાં ૧ ચમચી તેલ નાખી ગરમ કરવું. પછી એમાં હિંગ અને તલ નાખો. ત્યાર બાદ એમાં તુવેર અને આદું-મરચાંની પેસ્ટ નાખી ૫-૭ મિનિટ માટે સાંતળી લેવા. પછી એમાં મીઠું, સાકર, ગરમ મસાલો, નારિયેળનું ખમણ અને કોથમીર ઉમેરીને એને મિક્સ કરી ગૅસ બંધ કરીને એમાં લીંબુનો રસ ઉમેરી એને મિક્સ કરી પૂરણ ઠંડું થવા રાખી દો. લોટના એકસરખા લૂઆ કરી એની પૂરી વણી વચ્ચે પૂરણ મૂકી બધી બાજુથી બંધ કરી કચોરી તૈયાર કરો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં બધી કચોરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ગરમ કચોરીને ચટણી સાથે સર્વ કરો.
- કાજલ ડોડિયા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


