એમ તો કૌરવ દુર્યોધન પણ કૃષ્ણનો વેવાઈ હતો. દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનાં લગ્ન કૃષ્ણના પુત્ર સામ્બ સાથે થયાં હતાં છતાં વાત જ્યારે ધર્મ અને ન્યાયની આવી ત્યારે કૃષ્ણએ પાંડવોનો પક્ષ લઈ સત્યનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા અને પ્રજાનું કલ્યાણ કરવા જ શ્રીકૃષ્ણએ મથુરામાં માતા દેવકીની કૂખે જન્મ લીધો હતો અને તેમનો પ્રથમ ટાર્ગેટ શું હતો? માતા દેવકીના ભાઈ અને કપટથી મથુરાનરેશ બનીને પ્રજા પર અત્યાચાર ગુજારનાર અને પોતાના પિતાને કેદ કરનાર કંસને હણવાનો. મતલબ કે પોતાના સગા મામાને પદભ્રષ્ટ કરવાનું. આ અઘરું કાર્ય તેમણે સુપેરે પાર પાડ્યું હતું. આ દ્વાપરયુગની ઘટના છે.