ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
ભલે તમે ગમે એટલા વ્યસ્ત હો, એમ છતાં તમારા સ્વાસ્થ્યનું થોડું વિશેષ ધ્યાન રાખો અને ખાતરી કરો કે તમે વધુ પડતા થાકી ન જાઓ. જો તમે સળંગ ઘણા દિવસોની રજા ન લઈ શકતા હો તો આખા વર્ષ દરમ્યાન વચ્ચે-વચ્ચે ટૂંકો વિરામ લેતા રહો. જ્યારે તમારી દિનચર્યા બહુ સુવ્યવસ્થિત ન હોય ત્યારે તમે ટાઇમ મૅનેજમેન્ટ કેવી રીતે કરો છો એના પર ધ્યાન આપો.
ADVERTISEMENT
સૅજિટેરિયસ વિશે બધું
ગતિશીલ અને ફ્લેક્સિબલ સ્વભાવ ધરાવતા સૅજિટેરિયસ રાશિના જાતકોને પરિવર્તન સૌથી વધુ પ્રિય હોય છે. તેમને રાશિચક્રના તત્ત્વચિંતકો (ફિલોસૉફર્સ) માનવામાં આવે છે, જેને કારણે તેઓ સતત જીવનના અર્થની શોધમાં રહેતા હોય છે. આ રાશિના લોકો આશાવાદી હોય છે. તેઓ ગ્લાસને અડધો ખાલી જોવાને બદલે અડધો ભરેલો જોવાનું પસંદ કરે છે. તેઓ સાહસિક અને બહિર્મુખ (એક્સ્ટ્રોવર્ટ) વ્યક્તિત્વ ધરાવે છે, જેમને નવા અનુભવો ગમે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં હાસ્ય અને આશાવાદનું વાતાવરણ ફેલાવે છે.
એરીઝ - ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
એક નવા આઇડિયામાં ક્ષમતા છે, પરંતુ તમારે એની નાની-નાની વિગતો પર થોડું વધુ કામ કરવાની જરૂર છે. ઑફિસમાં પરિણામ સાથે બાંધછોડ કર્યા વિના નક્કી કરેલા બજેટનું પાલન કરો.
રિલેશનશિપ ટિપ: મનની વાત ખૂલીને કહો, પણ યાદ રાખો કે એક વાર બોલાઈ ગયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. જરૂરી તમામ માહિતી મેળવ્યા વિના કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લો.
ટૉરસ - ૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી હૅન્ડલ કરો. અન્ય લોકો આવેગજન્ય નાણાકીય નિર્ણયો લે છે એવું કામ તમે કરવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ: લાંબા ગાળાનાં પરિણામો ધરાવતી કોઈ પણ પરિસ્થિતિની ચર્ચા કરતી વખતે સ્પષ્ટ વાતચીત મહત્ત્વપૂર્ણ છે. સિંગલ લોકો આકસ્મિક રીતે ડેટ કરવાનું પસંદ કરી શકે છે.
જેમિની - ૨૧ મેથી ૨૧ જૂન
જો તમને લાગે કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાની જરૂર છે તો તમારી અંદરના અવાજ પર ધ્યાન આપો. જે લોકો ખૂબ વ્યસ્ત હોય છે તેમણે ટાઇમ મૅનેજમેન્ટ કાર્યક્ષમ રીતે કરવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ: મેસેજ અને ફોનનો તરત જવાબ આપો. સામેની વ્યક્તિને અપમાનજનક લાગે એવું કંઈ પણ કહેતાં પહેલાં વિચારો. કોઈ વડીલને વધુ સંભાળની જરૂર પડી શકે છે.
કૅન્સર - ૨૨ જૂનથી ૨૩ જુલાઈ
આવેગમાં આવીને આપેલી પ્રતિક્રિયા મુશ્કેલીઓ અને બિનજરૂરી તનાવ ઊભો કરી શકે છે. વ્યાવસાયિક અને આર્થિક બાબતોને ખૂબ જ સમજી-વિચારીને સંભાળો.
રિલેશનશિપ ટિપ: વાતચીતની એવી સારી ટેવો વિકસાવવા પર ધ્યાન આપો જે લાંબા ગાળા સુધી જળવાઈ રહે. ઘરના લોકો પર ધ્યાન આપો.
લિયો - ૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
ભલે નિરાશાજનક જણાતી હોય છતાં કોઈ પણ અટકેલી પરિસ્થિતિમાં ધીરજ રાખો. યોગ્ય નિર્ણયો લેવામાં આવે તો સ્વતંત્ર વ્યવસાય કરનારાઓ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ: અન્ય વ્યક્તિના અભિપ્રાયને અનુસરવાને બદલે તમારી પોતાની આંતરિક સમજ પર ધ્યાન આપો. ઘરમાં કોઈની સાથે દલીલબાજીમાં કે ઝઘડામાં પડવાનું ટાળો.
વર્ગો - ૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જ્યારે પરિણામ તમારા નિયંત્રણની બહાર હોય ત્યારે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે મૂલ્યાંકન વિના તમારું શ્રેષ્ઠ આપો. કોઈ એવા શોખ માટે સમય ફાળવો જે તમને માનસિક શાંતિ આપે.
રિલેશનશિપ ટિપ: જેમનો સંબંધ તૂટી રહ્યો છે તેમણે સંયમપૂર્વક અને પરિપક્વતાથી પરિસ્થિતિ સંભાળવી જોઈએ. તમને પસંદ નથી એવા પરિવારના સભ્યો સાથેના વર્તનમાં ધ્યાન આપો.
લિબ્રા - ૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળો. જેમને હૃદય અથવા હાઈ બ્લડ-પ્રેશર સંબંધિત સ્વાસ્થ્યની સમસ્યા હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી જોઈએ.
રિલેશનશિપ ટિપ: મિત્ર હોવાનો દાવો કરનારાનો પોતાનો અલગ સ્વાર્થ કે ઉદ્દેશ હોઈ શકે છે. કમિટેડ સંબંધ ધરાવતા લોકો તેમના સંબંધને આગળના તબક્કે લઈ જવા ઇચ્છી શકે છે.
સ્કૉર્પિયો - ૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે અતિરેકભરી પ્રતિક્રિયા આપવાનું ટાળો. સ્વતંત્ર વ્યવસાય કરતા પ્રોફેશનલોએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ: અન્ય લોકોનાં મંતવ્યોથી પ્રભાવિત ન થાઓ અને ખૂબ વિચારીને નિર્ણયો લો. કોઈ મિત્રને કદાચ થોડી વધારાની મદદની જરૂર પડી શકે છે.
સૅજિટેરિયસ - ૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
પડકારજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરો. કોઈ પ્રોજેક્ટ અટકી ગયો હોય કે ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોય તો ધીરજ રાખો.
રિલેશનશિપ ટિપ: પ્રામાણિક જણાતા હોય એમ છતાં લોકો જેવા દેખાય છે એના પરથી મૂલ્યાંકન કરવાનું ટાળો. સંબંધોમાં મુશ્કેલીનો સામનો કરનારાને સ્પષ્ટ નિર્ણય લેવાની જરૂર પડશે.
કૅપ્રિકોર્ન - ૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
કોઈ નવો વિચાર અમલમાં મૂકવાયોગ્ય બને એ પહેલાં એના પર થોડું વધુ સંશોધન કરવાની જરૂર પડી શકે છે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં કાળજીપૂર્વક વિચાર કરો.
રિલેશનશિપ ટિપ: પરિવારના એવા સભ્યો સાથે સમય વિતાવો જેમને તમે અવારનવાર મળતા નથી. પરિવારના કોઈ વડીલને કદાચ થોડા વધારાના સહકારની જરૂર હોઈ શકે છે.
ઍક્વેરિયસ - ૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ અટકેલી કે અસ્પષ્ટ પરિસ્થિતિમાં તમને પાછળ ખેંચતા ભય વિશે પ્રામાણિક રહેવું જરૂરી બનશે. સ્વતંત્ર વ્યવસાય કરનારાઓ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ: વિદેશમાં રહેતા કોઈ મિત્રનો સંપર્ક થઈ શકે છે. જેઓ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે તેઓ કદાચ એમાં કેટલાક ફેરફારો કરવા ઇચ્છી શકે છે.
પાઇસિસ - ૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો તમારે કારકિર્દી વિશે કોઈ નિર્ણય લેવાનો હોય તો ખૂબ કાળજીપૂર્વક પસંદગી કરો. મિત્રતામાં આર્થિક બાબતોને ભેગી કરવાનું ટાળો, ભલે પછી તમારે સ્પષ્ટ શબ્દોમાં ‘ના’ કહેવી પડે.
રિલેશનશિપ ટિપ: અફવાઓ સાંભળવાને બદલે તમારા નિર્ણયો જાતે લો. જેઓ સિંગલ છે તેમણે કામચલાઉ પ્રકારના સંબંધોથી દૂર રહેવું જોઈએ, કારણ કે પરિસ્થિતિ જટિલ બની શકે છે.
