CONFIRMED: કાર્તિકે આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની ફિલ્મ 'ધમાકા' નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કાર્તિકે મંગળવારે ફિલ્મનું ટીઝર શૅર કરીને આ અંગે જાણકારી આપી છે. કાર્તિકની આ ફિલ્મ પહેલી ફિલ્મ છે, જે થિયટર્સના બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. ફિલ્મનું નિર્દેશન રામ માધવાનીએ કર્યું છે. રામ માધવાની નિર્દેશિત ચર્ચિત આર્યા ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર ગયા વર્ષે આવી હતી.
Main hoon #ArjunPathak
— Kartik Aaryan (@TheAaryanKartik) March 2, 2021
Jo bhi Kahunga Sach Kahunga ??#Dhamaka ?
Coming soon, only on Netflix ?@AmrutaSubhash @strictlyvikas @vishwajeetpradhan @RamKMadhvani @RonnieScrewvala @amita_madhvani @RSVPMovies @OfficialRMFilms @NetflixIndia pic.twitter.com/T6otI4TzHu
ADVERTISEMENT
કાર્તિકે ટીઝર શૅર કરીને લખ્યું હતું - હું છું અર્જુન પાઠક, જે પણ કહીંશ, સાચું કહીંશ. 'ધમાકા' ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર આવી રહી છે. ફિલ્મમાં અમૃતા સુભાષ અને વિશ્વજીત પ્રધાન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. ધમાકામાં કાર્તિક એક ટીવી એન્કર બન્યા છે. ટીઝરમાં જોઈ શકાય છે કે કાર્તિક લાઈવ શૉ કરવાની ના પાડે છે, પણ અમૃતા સુભાષ તેને લાઈવ શૉ કરવા દબાણ કરે છે. અમૃતા તેને વારંવાર લાઈન્સ બોલાવડાવે છે અને ફાઈનલી કાર્તિક તૈયાર થઈ જાય છે.
We interrupt this program to bring you the breaking news of a frustrated ex-anchor, a bomb threat and a film that will blow our minds!@TheAaryanKartik @amrutasubhash @strictlyvikas #vishwajeetpradhan @RamKMadhvani @RonnieScrewvala @amita_madhvani @RSVPMovies @OfficialRMFilms pic.twitter.com/ECIAAk9ZOV
— Netflix India (@NetflixIndia) March 2, 2021
નેટફ્લિક્સ ઈન્ડિયાએ ટ્વિટર પર કાર્તિકના કેરેક્ટરની ફોટો શૅર કરીને લખ્યું - અમે એક હેરાન એક્સ-એન્કરના સમાચારો, એક બૉમ્બ ધમાકા અને એક એવી ફિલ્મ જે તમને હમચચાવી દેશે, ફિલ્મને લઈને બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે આ પ્રોગ્રામમાં અવરોધ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ધમાકાની શૂટિંગ કાર્તિકે માત્ર 10 દિવસમાં જ પૂર્ણ કરી હતી. ફિલ્મના મોટાભાગનું શૂટિંગ ઈનડોર થયું છે. કેટલાક દૃશ્ય આઉટડોર શૂટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ આવ્યા હતા કે ફિલ્મ માટે કાર્તિકને 14 દિવસ આપવામાં આવ્યા હતા, પણ તેણે પોતાનું કામ 10 દિવસમાં પૂર્ણ કરી લીધું હતું.

