મૌકા-એ-વારદાત શું કામ બધાથી જુદી પડશે?
મૌકા-એ-વારદાત શું કામ બધાથી જુદી પડશે?
એક પણ ચૅનલ એવી નથી જેમાં ક્રાઇમ શો ન આવતા હોય. આ રેસમાં હવે ઍન્ડ ટીવી પણ જોડાઈ ગયું છે. ઍન્ડ ટીવીએ ગઈ કાલે શરૂ કરેલા ક્રાઇમ શો ‘મૌકા-એ-વારદાત’ની ખાસ વાત એ છે કે એમાં એવી જ રિયલ ક્રાઇમ સ્ટોરી પસંદ કરવામાં આવી છે જે કલ્પનાઓથી પણ ચાર ચાસણી ચડે એવી છે અને સાથોસાથ એ ક્રાઇમ સ્ટોરીના આરોપીઓને પકડવામાં મહિલાઓનો ફાળો જબરદસ્ત છે. આ શોનો કોઈ એક હોસ્ટ નથી, ત્રણ-ત્રણ એના હોસ્ટ છે; રવિ કિશન, મનોજ તિવારી અને સપના ચૌધરી શો હોસ્ટ કરશે. રવિ કિશને કહ્યું કે ‘સામાન્ય રીતે મહિલા ક્રાઇમથી દૂર રહેતી હોય કે એવી કોઈ જગ્યાએ પણ જવાનું પસંદ ન કરે, પણ રિયલ લાઇફમાં અનેક મહિલા એવી હોય છે જે જબરી હિંમત દેખાડે અને જીવના જોખમે પણ સત્ય બહાર લાવવાનું કામ કરે. ‘મૌકા-એ-વારદાત’માં અમે એવી જ સત્યઘટનાઓ લાવ્યા છીએ.’
તમારી જાણ ખાતર ‘મૌકા-એ-વારદાત’ શો ગઈ કાલથી શરૂ થયો, પણ આ શોની રિયલ સ્ટોરી શોધવાનું કામ છેલ્લા એક વર્ષથી ચાલતું હતું અને એક વર્ષની મહેનત પછી કલ્પનાઓને પણ થીજવી નાખે એવી ક્રાઇમ સ્ટોરી શોધવામાં આવી છે.

