વરુણ બડોલાનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
વરુણ બડોલા
રાજેશ્વરી સચદેવ કોરોના પૉઝિટિવ થતાં તેના હસબન્ડ વરુણ બડોલાએ પણ ટેસ્ટ કરાવી હતી. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેણે નિરાંતનો શ્વાસ લીધો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણ બડોલાએ કૅપ્શન આપી હતી કે ‘મારી વાઇફનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ મેં પણ કોવિડ-19 ટેસ્ટ કરાવી હતી. હમણાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે બધાનો ખૂબ આભાર કે જેમણે મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તમારી શુભેચ્છા મને ન માત્ર આગળ વધવા માટે પ્રેરિત કરે છે, પરંતુ જીવંત પણ રાખે છે. મારી વાઇફ રાજેશ્વરી સ્વસ્થ છે. તેની જલદી રિકવરીની રાહ જોઈ રહ્યા છીએ.’

