MTV ઘણા સમય પહેલાં માત્ર મ્યુઝિક ચૅનલમાંથી રિયલિટી શો અને યુથ ફૉર્મેટ્સ તરફ વળી ચૂક્યું હતું.
ચૅનલ ‘MTV ઇન્ડિયા’
એક સમયે મ્યુઝિક-વર્લ્ડમાં આગળ પડતી ગણાતી ચૅનલ ‘MTV ઇન્ડિયા’ હવે બંધ થઈ ગઈ છે. ’૯૦ના દાયકામાં MTVએ ભારતીય યુવાઓની વિચારસરણી બદલવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એ સમયે MTVએ ગ્લોબલ પૉપ કલ્ચરને ભારતીય ડ્રૉઇંગ રૂમ સુધી પહોંચાડ્યું. જોકે છેલ્લા ઘણા સમયથી ડિજિટલ પ્લૅટફૉર્મ્સના વધતા પ્રભાવને કારણે પરંપરાગત મ્યુઝિક ટેલિવિઝનની લોકપ્રિયતા ધીમે-ધીમે ઘટી ગઈ. ભારતમાં પણ MTV ઘણા સમય પહેલાં માત્ર મ્યુઝિક ચૅનલમાંથી રિયલિટી શો અને યુથ ફૉર્મેટ્સ તરફ વળી ચૂક્યું હતું. આ પરિવર્તનના સમયમાં પણ MTV પર ‘રોડીઝ’ અને ‘સ્પ્લિટ્સવિલા’ જેવા શો અત્યંત લોકપ્રિય રહ્યા હતા અને હવે આ ચૅનલના અસ્તિત્વ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.


