Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > HDFC બૅન્કે નિયમોમાં ફેરફાર કર્યો, પહેલી એપ્રિલથી UPI દ્વારા ATMમાંથી કૅશ કઢાવશો તો પણ ચાર્જ લાગશે

HDFC બૅન્કે નિયમોમાં ફેરફાર કર્યો, પહેલી એપ્રિલથી UPI દ્વારા ATMમાંથી કૅશ કઢાવશો તો પણ ચાર્જ લાગશે

Published : 04 March, 2026 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ મફત ગણવામાં આવતા કૅશ-વિધડ્રૉઅલને હવે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝૅક્શન તરીકે ગણવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્ક HDFCએ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરીને ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી રોકડ રકમ કાઢવાને ATMની ફ્રી ટ્રાન્ઝૅક્શન-લિમિટમાં સામેલ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે અગાઉ મફત ગણવામાં આવતા કૅશ-વિધડ્રૉઅલને હવે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝૅક્શન તરીકે ગણવામાં આવશે.

સેવિંગ્સ અને સૅલરી ખાતાધારકો HDFC બૅન્કના ATM પર દર મહિને પાંચ મફત વ્યવહાર માટે હકદાર છે. આમાં કૅશ વિધડ્રૉઅલ અને કેટલાક નૉન-ફાઇનૅન્શિયલ વ્યવહારોનો સમાવેશ થાય છે. જો સંખ્યા પાંચથી વધુ હોય તો દરેક વધારાના વ્યવહાર માટે ૨૩ રૂપિયાનો ચાર્જ અને ટૅક્સ વસૂલવામાં આવે છે. આ ચાર્જ પહેલાંથી જ અન્ય બૅન્કના ATM પર લાગુ પડે છે. મેટ્રો શહેરોમાં ૩ મફત ટ્રાન્ઝૅક્શન અને નૉન-મેટ્રો શહેરોમાં પાંચ મફત વ્યવહારો ઉપલબ્ધ છે. હવે UPI દ્વારા થતા કૅશ-વિધડ્રૉઅલ પણ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.



ઘણા ખાતાધારકો ડેબિટ કાર્ડને બદલે UPIનો ઉપયોગ કરીને ATMમાંથી રોકડ રકમ કઢાવે છે. આ માટે અત્યાર સુધી કોઈ ચાર્જ લાગતો નથી પણ હવે એના માટે ચાર્જ ચૂકવવો પડશે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK