Surbhi Chandna Wedding : અભિનેત્રીના લગ્નની તારીખ આવી સામે
સુરભી ચંદના બૉયફ્રેન્ડ કરણ શર્મા સાથે (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- સુરભી ચંદના બૉયફ્રેન્ડ કરણ શર્મા સાથે પરણશે
- લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોની હશે હાજરી
- ૧૩ વર્ષના રિલેશન પછી બંધાશે લગ્નના બંધનમાં
બૉલિવૂડ (Bollywood)માં એક તરફ મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ (Mr. Perfectionist) કહેવાતા અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની દીકરી આઇરા ખાન (Ira Khan)ના આજે બૉયફ્રેન્ડ ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે (Nupur Shikhare) સાથે આજે લગ્ન કરી રહી છે. ત્યારે `ઇશ્કબાઝ` (Ishqbaaaz) ફૅમ ટીવી અભિનેત્રી સુરભી ચંદના (Surbhi Chandna)ના લગ્નના સમાચાર આવ્યા છે. સુરભી ચંદના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ કરણ શર્મા (Karan Sharma) સાથે માર્ચ મહિનામાં લગ્ન (Surbhi Chandna Wedding) કરવાની છે. આ સમાચારથી સુરભી ચંદનાના ફૅન્સ બહુ ખુશ થઈ ગયા છે.
અહેવાલો અનુસાર, અભિનેત્રી સુરભી ચંદના આ વર્ષે માર્ચ મહિનામાં બૉયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કરવાની છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરભી અને કરણ લગ્ન કરવાના છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સુરભી ચંદના બિઝનેસમેન બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે ૧૩ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં આ કપલ તેમના સંબંધોને વધુ આગળ વધારશે અને લગ્નના સાત જન્મનોના બંધનમાં જોડાઈ જશે. જો કે હજુ સુધી સુરભી અને કરણના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી નથી. અહેવાલોનું માનીએ તો, પરિવારની સલાહ લીધા બાદ બન્ને તેમના લગ્નની તારીખની જાહેરાત કરી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સુરભી અને કરણના લગ્નમાં માત્ર નજીકના પરિવાર અને મિત્રો હાજરી આપશે. જોકે, લગ્નની તારીખ વિશે કે પછી અન્ય કોઈ માહિતી સુરભી કે કરણ તરફથી હજી સુધી નથી આવી.
તમને જણાવી દઈએ કે, સુરભી ચંદના અને કરણ શર્મા પહેલીવાર એક પાર્ટીમાં કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ત્યારથી બન્ને રિલેશનશિપમાં છે. જોકે, સુરભી અને કરણના રિલેશન વિષે બહુ ઓછા લોકોને ખબર હતી. વર્ષો સુધી સુરભી અને કરણે તેમના સંબંધો વિશે મૌન જાળવી રાખ્યું હતું. પણ ગયા વર્ષે સુરભી ચંદનાએ કરણ શર્માના જન્મદિવસ પર એટલે કે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના સંબંધોની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, સુરભી ચંદનાએ વર્ષ ૨૦૦૯માં સબ ટીવી (SAB TV)ના લોકપ્રિય શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શો પછી સુરભી ઘણા શોમાં નાની ભૂમિકામાં જોવા મળી હતી. પરંતુ અભિનેત્રીનું નસીબ વર્ષ ૨૦૧૬માં સ્ટાર પ્લસ (Star Plus)ના શો `ઇશ્કબાઝ` (Ishqbaaaz)થી ચમક્યું. આ શોમાં સુરભીએ અનિકા શિવાય સિંહ ઓબેરોયની ભૂમિકા ભજવી હતી. આ સિવાય સુરભીએ `સંજીવની` (Sanjivani), `નાગિન 5` (Naagin 5), `શેરદિલ શેરગીલ` (Sherdil Shergill) વગેરે શોમાં પણ કામ કર્યું છે.

