કોરોના વાયરસની અસર દુનિયાના દરેક ક્ષેત્રમાં જોવા મળી છે અને ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. લૉકડાઉનના શરૂઆતના ત્રણ મહિનામાં ટીવીની સીરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા હતા. ત્યારે અનેક ચેનલે જૂના શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પણ જ્યારે અનલૉકમાં શૂટિંગ શરૂ થયું ત્યારે અનેક શોએ ટીઆરપીની રેસમાં પાચળ રહી ગયા અને દર્શકોનું મનોરંજન ન કરી શક્યા એટલે ચેનલોએ તેમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 2020માં એવા ઘણા ટીવી શો છે, જેને ગ્રાન્ડ લેવલ પર લોન્ચ કરવામાં આવ્યા હતા પરંતુ TRP ન મળવાને કારણે તેમને વચ્ચેથી બંધ કરવા પડ્યા હતા. આવો નજર કરીએ એવા ટીવી શો અને સીરિયલો પર જે 2020માં બંધ થઈ ગઈ કે થવાની છે.
04 November, 2020 06:06 IST