Mahabharat Re-telecast: ટીવી પર ફરી પ્રસારિત થશે બીઆર ચોપરાની ‘મહાભારત’
ફાઇલ તસવીર
‘મહાભારત’ (Mahabharat) એક એવો શો છે જે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. આ સિરિયલ એ સમયે ટેલિકાસ્ટ કરવામાં આવી હતી જ્યારે ઘરોમાં ટીવી નહોતું. પરંતુ લોકોને આ સિરિયલ જોવાનો એટલો શોખ હતો કે તેઓ પડોશીઓના ઘરે બેસીને કલાકો સુધી ‘મહાભારત’ જોતા હતા.
‘મહાભારત’ની વાર્તા સૌ પ્રથમ બીઆર ચોપરા (BR Chopra) દ્વારા ટેલિવિઝન પર બતાવવામાં આવી હતી. આટલા વર્ષો પછી પણ બીઆર ચોપરાની ‘મહાભારત’ (BR Chopra’s Mahabharat) દર્શકોમાં હિટ છે. બીઆર ચોપરા પછી એકતા કપૂર (Ekta Kapoor) પણ `મહાભારત` શો લઈને આવી હતી, પરંતુ લોકોમાં જૂના મહાભારતનો ક્રેઝ થોડો પણ ઓછો થયો ન હતો. સમયાંતરે શોનો ઉલ્લેખ કોઈને કોઈ કારણસર થતો રહે છે. આ દરમિયાન મહાભારત સીરિયલ (Mahabharat Re-telecast) ફરી એકવાર ચર્ચામાં આવી છે.
ADVERTISEMENT
આજના સમયમાં પણ બીઆર ચોપરાની ‘મહાભારત’નો ક્રેઝ જરાય ઓછો નતી થયો. આ સિરિયલ વર્ષ ૧૯૮૮માં દૂરદર્શન પર શરૂ થઈ હતી. જેમાં નીતીશ ભારદ્વાજ (Nitish Bhardwaj), ગૂફી પેન્ટલ (Goofy Paintal), મુકેશ ખન્ના (Mukesh Khanna), સુરેન્દ્ર પાલ (Surendra Pal), પંકજ ધીર (Pankaj Dheer), ગજેન્દ્ર ચૌહાણ (Gajendra Chauhan), પ્રવીણ કુમાર (Praveen Kumar), ગિરિજા શંકર (Girija Shankar) અને રૂપા ગાંગુલી (Roopa Ganguly) મુખ્ય ભૂમિકામાં હતી. જેમણે હજી સુધી બીઆર ચોપરાનું મહાભારત જોયું નથી અથવા તેને ફરીથી જોવામાં રસ છે તેમના માટે સારા સમાચાર છે. કારણકે બીઆર ચોપરાનું મહાભારત ફરીથી ટીવી પર આવશે.
બીઆર ચોપરાની `મહાભારત` માત્ર દૂરદર્શન (Doordarshan) પર પ્રસારિત થઈ રહી છે. આ શો સોમવારથી શનિવાર સાંજે પાંચ વાગ્યે જોઈ શકાશે. દૂરદર્શને આ જાહેરાત સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) દ્વારા જાહેરાત કરી હતી. દૂરદર્શને કરેલા ટ્વિટમાં લખ્યું છે કે, ‘ભારતને મહાન બનાવનાર મહાન વાર્તા! દૂરદર્શનની ખાસ ઓફર `મહાભારત` જુઓ! સોમવારથી શનિવાર સાંજે 5:00 કલાકે માત્ર ડીડી નેશનલ પર જોવાનું ભૂલશો નહીં.’
वह महागाथा, जिसने बनाया भारत को महान! देखिए दूरदर्शन की खास पेशकश `महाभारत`! देखना न भूलें, सोमवार से शनिवार, शाम 5:00 बजे सिर्फ डीडी नेशनल पर। #Mahabharat | #MahabharatOnDD pic.twitter.com/igXQjq96CW
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) May 8, 2024
દૂરદર્શનની આ જાહેરાતથી લોકો ખુબ ખુશ થઈ ગયા છે.
બીઆર ચોપરાની `મહાભારત` ડીડી ભારતી (DD Bharati), કલર્સ (Colors) અને સ્ટાર ભારત (Star Bharat) પર પ્રસારિત કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે `મહાભારત` ૨ ઓક્ટોબર ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર શરૂ થઈ હતી અને તેના ૯૪ એપિસોડ ૨૪ જૂન ૧૯૯૦ સુધી પ્રસારિત થયા હતા. `મહાભારત`નું નિર્માણ બીઆર ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના પુત્ર રવિ ચોપરા (Ravi Chopra) દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું હતું. તે સમયે `મહાભારત`નો એક એપિસોડ એક કલાકનો આવતો હતો.
નોંધનીય છે કે, `મહાભારત`નું ફરી પ્રસારણ કરવામાં આવી રહ્યું હોય તેવો આ પહેલો બનાવ નથી. આ પહેલા કોરોના વાયરસ (Coronavirus) દરમિયાન લૉકડાઉન (COVID-19 Lockdown) માં પણ `મહાભારત`નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ આ સિરિયલે ટીઆરપી ચાર્ટમાં બાજી મારી હતી.

