ભારતીય અનેક વર્ષોથી ટેલિવિઝન પર અનેક કલાકારોએ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. આ દરેક કલાકારોને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. 1988ના મહાભારત ટીવી સિરિયલમાં નીતિશ ભારદ્વાજએ કરેલો શ્રી કૃષ્ણનો રોલ હોય કે રાધાકૃષ્ણમાં સુમેધ મુદગલકરની યુવા ઊર્જા સુધી, આ દરેક કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને મોહિત કર્યા છે. કૃષ્ણનું જ્ઞાન, રમતિયાળ લીલાઓ અથવા તેમની વ્યૂહાત્મક દ્રષ્ટિને દર્શાવતા આ રોલ દર્શકો પર અમીટ છાપ છોડી ગયા છે. 2024ની કૃષ્ણ જન્માષ્ટમી પર, અહીં જાણો એવા 10 કલાકારો વિશે જેમણે ભગવાન કૃષ્ણની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવીને આ સિરિયલને આજે પણ લોકો વચ્ચે લોકપ્રિય અને યાદગાર બનાવી દીધી છે. (તસવીરો: મિડ-ડે)
24 August, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent