રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ આ અઠવાડિયે બીજા નંબરે સરકી ગયો છે.
રૂપાલી ગાંગુલી અને સ્મૃતિ ઈરાની
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના રિપોર્ટ પ્રમાણે સતત બીજા અઠવાડિયે ‘અનુપમા’ને બદલે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ નંબર વન શો સાબિત થયો છે. શોને 2.2 રેટિંગ મળ્યું છે અને એમાં ૬ વર્ષના લીપ બાદ આવેલાં નવા ટ્વિસ્ટ્સ દર્શકોને ખૂબ ગમી રહ્યા છે.
આ સ્થિતિમાં લાંબા સમય સુધી TRPમાં રાજ કરનારો રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ આ અઠવાડિયે બીજા નંબરે સરકી ગયો છે. એને 2.1 રેટિંગ મળ્યું છે. આ ચાર્ટમાં ‘ઉડને કી આશા: સપનોં કા સફર’ 1.9 રેટિંગ સાથે ત્રીજો ક્રમે, ‘તુમ સે તુમ તક’ 1.9 રેટિંગ સાથે ચોથા સ્થાને અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 1.8 રેટિંગ સાથે પાંચમા નંબરે પહોંચ્યો છે.


