તમન્ના ભાટિયાની ‘બબલી બાઉન્સર’ નામની ફિલ્મ આવી રહી છે
વિકી કૌશલ
તમન્ના ભાટિયાએ જણાવ્યું છે કે તેને હૃતિક રોશન અને વિકી કૌશલની બાઉન્સર બનવું છે. તેની ‘બબલી બાઉન્સર’ નામની ફિલ્મ આવી રહી છે. મધુર ભંડારકરની એ ફિલ્મમાં તે બાઉન્સરની ભૂમિકામાં દેખાશે. ફીમેલ બાઉન્સરની સ્ટોરી એમાં દેખાડવામાં આવશે. ડિઝની+હૉટસ્ટાર પર આ ફિલ્મ ૨૩ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ વખતે તેને પૂછવામાં આવ્યું હતું કે તે રિયલ લાઇફમાં કોની બાઉન્સર બનવા માગે છે? એનો જવાબ આપતાં તમન્નાએ કહ્યું કે ‘એવા અનેક લોકો છે જેની હું રિયલ લાઇફમાં બાઉન્સર બનવા માગું છું. જોકે તમે મારી ઇચ્છા પૂછી લીધી છે તો જણાવી દઉં કે હું હૃતિક રોશનની બાઉન્સર બનવા માગીશ. સાથે જ વિકી કૌશલની પણ બાઉન્સર બનવાની મારી તમન્ના છે.’

