આ ફિલ્મ મહારાષ્ટ્રની દિગ્ગજ લાવણી નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાવકરના અસાધારણ જીવન પર આધારિત છે. ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં શ્રદ્ધાએ આ ફિલ્મ કરવા માટેનું કારણ જણાવ્યું હતું.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં શ્રદ્ધા એકદમ અલગ અવતારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રની દિગ્ગજ લાવણી નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાવકરના અસાધારણ જીવન પર આધારિત છે. ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં શ્રદ્ધાએ આ ફિલ્મ કરવા માટેનું કારણ જણાવ્યું હતું.
ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘આપણા ઉદ્યોગને સારી વાર્તાઓની જરૂર છે. આ પ્રકારની ફિલ્મો બનવી જોઈએ. મને લાગે છે કે આ બહુ નાની વિચારસરણી છે. આપણે ઉદ્યોગ વિશે વિચારવું જોઈએ કે તેને આગળ કેવી રીતે લઈ જઈ શકાય. જ્યારે આપણે બધા આ રીતે વિચારીશું, ત્યારે આપણો ઉદ્યોગ ખૂબ આગળ વધી જશે. સ્વાભાવિક છે કે હું ખૂબ ખુશ છું કે મને આ પ્રકારની ફિલ્મનો ભાગ બનવાની તક મળી. ‘છાવા’ પછી લક્ષ્મણ સર માટે સૌથી સરળ રસ્તો એ હતો કે તેઓ વધુ એક યોદ્ધા પર આધારિત ફિલ્મ બનાવે પણ તેણે એવું ન કર્યું. મેં તેને આ વિશે પૂછ્યું પણ હતું. ત્યારે તેણે મને કહ્યું હતું કે હું એક અલગ દુનિયા દેખાડવા માગું છું. મને લાગે છે કે તેણે ખૂબ શાનદાર નિર્ણય લીધો છે.’
