શિલ્પાએ રાનીને ‘સારા સ્વાસ્થ્ય, આધ્યાત્મિક યાત્રાઓ અને જાગરણ’ની શુભકામનાઓ આપી.
શિલ્પા શેટ્ટીએ અનોખા અંદાજમાં રાની મુખરજીને પાઠવી વર્ષગાંઠની શુભેચ્છા
૨૧ માર્ચે રાની મુખરજીની ૪૭મી વર્ષગાંઠ હતી. આ દિવસે શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટા સ્ટોરીઝ પર રાનીને શુભેચ્છા પાઠવીને તેને ખાસ સંદેશ પાઠવ્યો છે. શિલ્પાએ રાનીને ‘સારા સ્વાસ્થ્ય, આધ્યાત્મિક યાત્રાઓ અને જાગરણ’ની શુભકામનાઓ આપી. શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રાની સાથેની એક તસવીર શૅર કરી અને લખ્યું, ‘પ્રિય રાની, તને ઘણો પ્રેમ, ઘણી ખુશીઓ, ઘણી આધ્યાત્મિક યાત્રાઓ અને જાગરણ. હંમેશાં ખુશીઓથી સભર રહો.’

