Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનની માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસનું શૂટિંગ આખરે સમાપ્ત

સલમાનની માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસનું શૂટિંગ આખરે સમાપ્ત

Published : 16 September, 2026 05:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાનની ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું થોડું VFX કામ બાકી છે. ત્યાર બાદ CBFC સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને મેકર્સ રિલીઝ ડેટ જાહેર કરશે.

સલમાન ખાન આગામી ફિલ્મ `માતૃભૂમિ`

સલમાન ખાન આગામી ફિલ્મ `માતૃભૂમિ`


દેશભક્તિ પર આધારિત સલમાન ખાનની ફિલ્મ  ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલાં જ કરવામાં આવી હતી. એનાં પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યાં છે અને ફિલ્મનાં ગીતો પણ રજૂ કરવામાં આવ્યાં છે, પણ આમ છતાં એની રિલીઝ-ડેટ જાહેર કરવામાં નહોતી આવી અને લાંબા સમયથી ફિલ્મ અટકેલી હતી. મૂળ તો આ ફિલ્મ ભારત-ચીનના ગલવાન સંઘર્ષ પર આધારિત હતી, પણ પછી ભારત સરકાર દ્વારા ચીન વિશેની નેગેટિવ બાબતો ફિલ્મમાંથી કાઢી નાખવાનું કહેવામાં આવ્યું એને પગલે લગભગ ૪૦ ટકા ભાગનું શૂટિંગ ફરી કરવામાં આવ્યું હતું. એને લીધે ઘણા લોકોએ તો એવું માની લીધું હતું કે સલમાનની આ ફિલ્મ હવે રિલીઝ નહીં થાય, પણ લેટેસ્ટ અપડેટ પ્રમાણે ટૂંક સમયમાં એની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવશે. 
 ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ લગભગ તૈયાર થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને હાલમાં થોડું વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ બાકી છે. આ કામ પૂર્ણ થયા બાદ સેન્સર બોર્ડ સહિત અન્ય વિભાગના લોકો ‘માતૃભૂમિ’ જોઈ લેશે. ત્યાર બાદ મેકર્સ તરત જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK