Iran Plane Video: વિમાનના કેબિનની છતનો ભાગ પણ આ ધ્રુજારીને કારણે પેસેન્જરો પર તૂટી પડતો વિડીયોમાં જોવા મળે છે. પેસેન્જર્સનો ગોઠવેલો સામાન પણ ધડાધડ કરતો નીચે પડવા લાગ્યો હતો.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
Iran Plane Video: છેલ્લા કેટલાક સમયમાં થયેલ વિમાન દુર્ઘટનાઓએ સમગ્ર વિશ્વને કંપાવી નાખ્યું છે. જ્યારે જ્યારે વિમાનમાં ટેક્નિકલ ફૉલ્ટ આવે છે ત્યારે ત્યારે પેસેન્જર્સમાં રીતસરનો ભય ફેલાઈ જતો હોય છે. હવે ઈરાનમાંથી એક મોટી હોનારત થતાં થતાં રહી ગઈ હોવાના રિપોર્ટ્સ મળી રહ્યા છે. મશહદથી કરમાનશાહ જઈ રહેલી `સેપેહરાન એરલાઇન્સની બોઇંગ ૭૩૭ ફ્લાઇટ ટેક-ઓફ કરી રહી હતી તે સમયે ઓચિંતા ટેક્નિકલ ફૉલ્ટ થવાથી તાકીદે લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયુવેગે વાઇરલ થઈ રહ્યો છે. જ્યારે ફ્લાઇટ લેન્ડ થાય છે ત્યારે આખા પ્લૅનમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે. વિમાનના કેબિનની છતનો ભાગ પર આ ધ્રુજારીને કારણે પેસેન્જરો પર તૂટી પડતો જોવા મળે છે. પેસેન્જર્સનો ગોઠવેલો સામાન પણ ધડાધડ કરતો નીચે પડવા લાગ્યો હતો. છતનો કેટલોક ભાગ તૂટી પડવાથી વિમાનમાં ઉપરનો ભાગ ઉઘાડો થઈ ગયેલો પણ વિડીયોમાં દેખાય છે. અચાનકથી પ્લૅનમાં અંધાધૂંધીનો માહોલ થઈ જવાથી પેસેન્જરોએ રડારોળ કરી મૂકી હતી. આ હાદસો સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૫.૩૯ વાગ્યે બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
જુઓ વિડિયો અહીં
ADVERTISEMENT
View this post on Instagram
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે પ્લૅન ટેક-ઓફ કરી રહ્યું હતું તે સમયે લેન્ડિંગ ગિયરનું એક ટાયર અચાનકથી ફાટી ગયું (Iran Plane Video) હતું. ટાયર ફાટ્યા બાદ તેના ટુકડાઓ ઉડીને વિમાનના એક એન્જિનમાં ભરાઈ ગયા હતા જેના લીધે એન્જિન કામ કરતું બંધ થઈ ગયું હતું. એન્જિન ફેઇલ થવાને કારણે વિમાનમાં જાણે ધરતીકંપ થયો હોય એવું કંપન થવા માંડ્યું હતું. જોકે, પાઇલટે સતર્કતાથી આખી પરિસ્થિતિની હેન્ડલ કરી લીધી હતી. તેણે ઈમરજન્સી ડિક્લેર કરીને ફ્લાઇટને પાછી મશહદ એરપોર્ટ તરફ વાળી હતી. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ફ્લાઇટને સેફલી લૅન્ડ કરવામાં પાઇલટને સફળતા મળી હતી જેને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.
સેપેહરાન એરલાઇન્સના પ્રવક્તા હસન જાફરીએ જણાવ્યું કે સૌ પ્રથમ તો રાહતના સમાચાર એ છે કે આ હાદસામાં કોઈ પણ પેસેન્જરને ઇન્જરી થઈ નથી. ફ્લાઇટનું એરપોર્ટ પર એકદમ સુરક્ષિત રીતે લેન્ડિંગ (Iran Plane Video) કરી દેવાયું હતું અને ત્યારબાદ તેમાં બેઠેલા તમામ પેસેન્જર્સને તાત્કાલિક સેફલી ઉતારી દેવામાં આવ્યા હતા. આ તમામ પેસેન્જર્સને બીજી ફ્લાઇટની સુવિધા કરી આપવામાં વી હતી. આ સમગ્ર મામલા અંગે ઈરાની તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બોઇંગ ૭૩૭ તો ઑલરેડી વિવાદમાં
બોઇંગ ૭૩૭ (Iran Plane Video) અને તેમાં પણ ખાસ કરીને તેનું `૭૩૭ MAX` મોડેલ છેલ્લા ઘણા સમયથી સતત સેફ્ટી સંબંધિત ફૉલ્ટના કારણોસર ચર્ચામાં રહ્યું છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં થયેલ બે મોટી વિમાન હોનારતમાં આશરે ૩૪૬ જેટલા નિર્દોષ લોકોના પ્રાણ ગયા હતા. ત્યારબાદ આવા એક્સિડન્ટ રોકવા અમેરિકાની `ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન` (FAA) એ તેના સૉફ્ટવેર, ફ્લાઇટ-કંટ્રોલ સિસ્ટમ અને પાયલટ ટ્રેનિંગમાં સુધારા લાવવાના કડક આદેશ ફરમાવ્યા હતા છતાં સતત આવી ઘટનાઓ જોતાં વિમાનની સુરક્ષા તો શંકાની સોય પર જ છે!
