Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિનેમૅટોગ્રાફરનો રામાયણના બીજા ભાગમાં હનુમાનના અવતાર વિશે મોટો ખુલાસો

સિનેમૅટોગ્રાફરનો રામાયણના બીજા ભાગમાં હનુમાનના અવતાર વિશે મોટો ખુલાસો

Published : 19 November, 2026 10:31 AM | Modified : 19 November, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્પનાતીત દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું છે સની દેઓલ માટે.

સની દેઓલ

સની દેઓલ


ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’ના બીજા ભાગને રિલીઝ થવામાં હજુ બે વર્ષનો સમય બાકી છે. આ ફિલ્મ ૨૦૨૮માં દિવાળીના અવસરે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે, પણ અત્યારથી જ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકોના ઉત્સાહનું સૌથી મોટું કારણ સની દેઓલે ભજવેલી ભગવાન હનુમાનની ભૂમિકા છે.

‘રામાયણ’ના બીજા ભાગમાં સની દેઓલના હનુમાનના પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે ત્યારે ફિલ્મના સિનેમૅટોગ્રાફર પંકજ કુમારે ખુલાસો કર્યો છે કે ફિલ્મના બીજા ભાગમાં હનુમાનજીની ભૂમિકા ભજવી રહેલા સની દેઓલ માટે એક એવું શાનદાર દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.



‘રામાયણ’ના બીજા ભાગમાં હનુમાનજીના રોલ વિશે વાત કરતાં પંકજ કુમારે જણાવ્યું હતું કે ‘હનુમાનજીને લઈને લોકોની અપેક્ષાઓ ખૂબ વધારે છે. હું જાણું છું કે લોકો સની દેઓલને પડદા પર જોવા માગે છે. અમે હનુમાનજી સાથે જોડાયેલાં અનેક શાનદાર દૃશ્યોનું શૂટિંગ અગાઉથી જ કરી લીધું છે અને હું તમને ખાતરી આપું છું કે આ ખૂબ જ અદ્ભુત બનવાનું છે. હનુમાનજીને મોટા પડદા પર જોવાનો અનુભવ એક શાનદાર અનુભવ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK