Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર હિરાણીનો દીકરો હવે હીરો બનવા તૈયાર

રાજકુમાર હિરાણીનો દીકરો હવે હીરો બનવા તૈયાર

Published : 21 May, 2026 01:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર રાજકુમાર હિરાણીની ફિલ્મોથી અત્યાર સુધી ઘણા કલાકારો સ્ટાર બની ચૂક્યા છે અને હવે તેમનો દીકરો વીર પણ હીરો બનવા તરફ આગળ વધી રહ્યો છે. વીર OTT પ્લૅટફૉર્મ પર આવનારી સિરીઝથી ડેબ્યુ કરી રહ્યો છે અને એની રિલીઝ-ડેટ પણ જાહેર થઈ ગઈ છે.

રાજકુમાર હિરાણી, અર્શદ વારસી સાથે વીર હિરાણી

રાજકુમાર હિરાણી, અર્શદ વારસી સાથે વીર હિરાણી


ફિલ્મમેકર રાજકુમાર હિરાણીની ફિલ્મોથી અત્યાર સુધી ઘણા કલાકારો સ્ટાર બની ચૂક્યા છે અને હવે તેમનો દીકરો વીર પણ હીરો બનવા તરફ આગળ વધી રહ્યો છે. વીર OTT પ્લૅટફૉર્મ પર આવનારી સિરીઝથી ડેબ્યુ કરી રહ્યો છે અને એની રિલીઝ-ડેટ પણ જાહેર થઈ ગઈ છે. વીરને લીડ રોલમાં ચમકાવતી સિરીઝનું નામ ‘પ્રીતમ ઍન્ડ પેડ્રો’ છે, જેની વાર્તા સાઇબર ક્રાઇમ પર આધારિત હશે. આ સિરીઝ ૩ જુલાઈથી જિયોહૉટસ્ટાર પર જોવા મળશે.

‘પ્રીતમ ઍન્ડ પેડ્રો’માં વીર ટેક-સૅવી પોલીસ-ઑફિસરની ભૂમિકા ભજવશે જે ટેક્નૉલૉજીની મદદથી કેસ સૉલ્વ કરે છે. બીજી તરફ અર્શદ વારસી ટિપિકલ પોલીસ-અધિકારીના પાત્રમાં જોવા મળશે. વીર સાથે આ સિરીઝમાં વિક્રાન્ત મેસી અને મોના સિંહ પણ જોવા મળશે.

ખાસ વાત એ છે કે ‘પ્રીતમ ઍન્ડ પેડ્રો’ વીરની સાથે-સાથે રાજકુમાર હિરાણીનો પણ OTT પર ડેબ્યુ પ્રોજેક્ટ છે. વીરે રૉયલ ઍકૅડેમી ઑફ ડ્રામેટિક આર્ટમાંથી ગ્રૅજ્યુએશન કર્યું છે. હાલમાં વીરની ઉંમર ૨૮ વર્ષ છે, પરંતુ તે ટીનેજથી જ શૉર્ટ ફિલ્મો બનાવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK