સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ગઈ કાલે તેમની આગામી ફિલ્મ, ‘સિસ્ટમ’ના રિલીઝ પહેલા એક કૉલેબ પોસ્ટમાં આ મનોરંજક ક્લિપ શૅર કરી હતી. વીડિયોમાં, ઝહીર ઇકબાલ સોનાક્ષી સિંહાને પૂછે છે, "શું તે જાણે છો કે હું તને કેટલો પ્રેમ કરું છું?"
સોનાક્ષી અને ઝહીરનો વાયરલ વીડિયો
બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં ખાસ સક્રિય ન હોવા છતાં, તે સોશિયલ મીડિયા પર તેના જીવનના અપડેટ શૅર કરતી જ રહે છે. સોનાક્ષી અને તેના પતિ ઝહીર ઇકબાલની જોડી ખૂબ જ લોકપ્રિય છે. તેઓ વારંવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તસવીરો અને રમુજી વીડિયો શૅર કરે છે. જોકે અનેક વખત તેમના આંતર-ધાર્મિક લગ્ન અંગે તેઓને ટ્રોલ અને ટીકાનો સામનો પણ કરવો પડે છે. છતાં કપલે ફરી એક વખત ફની વીડિયો મૂક્યો છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઝહીર ઇકબાલ વારંવાર સોનાક્ષી સિંહા સાથે મજાક કરતો અને તેને ચીડવતો જોવા મળે છે, અને આગાઉ તેના ઘણા રમુજી વીડિયો વાયરલ થયા છે. હવે, તેણે આવી જ મજાક કરી છે, આ વખતે વાયરલ `મેલોડી` ટ્રેન્ડમાં હવે તે પણ જોડાયો છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે આ ટ્રેન્ડને પોતાની અનોખી સ્ટાઈલમાં રજૂ કર્યો છે, અને તેમનો વીડિયો થોડા જ સમયમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિંહા દર્શાવતો આ વીડિયો ઘણી બધી લાઇક્સ અને પ્રશંસા મેળવી રહ્યો છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ગઈ કાલે તેમની આગામી ફિલ્મ, ‘સિસ્ટમ’ના રિલીઝ પહેલા એક કૉલેબ પોસ્ટમાં આ મનોરંજક ક્લિપ શૅર કરી હતી. વીડિયોમાં, ઝહીર ઇકબાલ સોનાક્ષી સિંહાને પૂછે છે, "શું તે જાણે છો કે હું તને કેટલો પ્રેમ કરું છું?" જોકે, સોનાક્ષી ના પાડે છે. ત્યારબાદ જે ઝહીર ઇકબાલ કહે છે “મેલોડી ખાઓ ખુદ જાન જાઓ.”
ઝહીર ઇકબાલની મજાક
ADVERTISEMENT
વીડિયોમાં, સોનાક્ષી ઝહીરને પૂછે છે, "તું શું પૂછવા માગે છે?" આના જવાબમાં ઝહીર કહે છે, "શું તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું?" સોનાક્ષી પછી રમતિયાળ રીતે જવાબ આપે છે, "ના, મને કહે?" થોડીવાર પછી, ઝહીરે `મેલોડી` ચૉકલેટ બતાવી મજાકમાં કહ્યું, "યે મેલોડી ખાઓ, ઔર ખુદ જાન જાઓ." આ જવાબ સાંભળીને, સોનાક્ષીના ચહેરા પરનો ભાવ અમૂલ્ય હતો. પછી સોનાક્ષીએ રમતિયાળ રીતે તેના પર કૅન્ડી ફેંકી દીધી.
View this post on Instagram
લોકોને પણ ગમ્યો તેમનો આ અંદાજ
આ રિલ વાયરલ થયા તરત જ બાદ સોશિયલ મીડિયા પર તેને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી. ચાહકોએ આ કપલના ફન ટાઈમની પ્રશંસા કરી. ઘણાને લાગ્યું કે ફક્ત વાયરલ ટ્રેન્ડની નકલ કરવાને બદલે, આ જોડીએ તેમાં પોતાનો અનોખો ટ્વિસ્ટ ઉમેર્યો અને તે લોકોને ખૂબ ગમ્યો. સોનાક્ષી સિંહાએ જૂન 2024 માં ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા. તેઓ નિયમિતપણે સાથે ફોટા શૅર કારએ છે. લોકોને કપલ અને તેમના મનોરંજક વીડિયો ખૂબ જ ગમે છે.
