મૌલાનાનું કહેવું છે કે ઇસ્લામી શરિયત અનુસાર કોઈ પણ મુસ્લિમ પુરુષ કે મહિલા માટે અન્ય ધર્મનાં ધાર્મિક સ્થળોએ જઈને ત્યાંની પૂજાપદ્ધતિ અપનાવવી અથવા મૂર્તિપૂજા કરવી યોગ્ય નથી.કેદારનાથમાં પૂજા કરવાના પગલાને ગંભીર ધાર્મિક ભૂલ ગણાવીને મોટું પાપ ગણાવ્યું.
સારા અલી ખાન
સારા અલી ખાન ફરી એક વાર પોતાની ધાર્મિક યાત્રાને લઈને ચર્ચામાં આવી છે. મુસ્લિમ હોવા છતાં સારા હિન્દુ ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે અને વિવિધ ધાર્મિક સ્થળો તથા તીર્થસ્થળોની મુલાકાત લેતી રહે છે. તે અનેક વખત કેદારનાથ મંદિરનાં દર્શન કરવા પણ જઈ ચૂકી છે. ઉજ્જૈનના મહાકાલ મંદિર સહિત અનેક જ્યોતિર્લિંગનાં દર્શન કરી ચૂકેલી સારા પોતાને શિવભક્ત પણ ગણાવે છે. સારાના પપ્પા સૈફ અલી ખાન મુસ્લિમ છે, જ્યારે તેની મમ્મી અમૃતા સિંહ સિખ છે. આ કારણે બાળપણથી જ સારાને હિન્દુ ધર્મની પૂજા-અર્ચના તરફ લગાવ રહ્યો છે. જોકે આમ છતાં તેની ધાર્મિક યાત્રાઓ ચર્ચાનો વિષય બની જાય છે.
હાલમાં અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. મૌલાનાએ સારાના આ પગલાને ઇસ્લામી શરિયતની વિરુદ્ધ ગણાવીને એને હરામ ઠેરાવ્યું છે તેમ જ સારાને આ કૃત્ય બદલ તૌબા કરવાની અને અલ્લાહ પાસે માફી માગવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
મૌલાનાનું કહેવું છે કે ઇસ્લામી શરિયત અનુસાર કોઈ પણ મુસ્લિમ પુરુષ કે મહિલા માટે અન્ય ધર્મનાં ધાર્મિક સ્થળોએ જઈને ત્યાંની પૂજાપદ્ધતિ અપનાવવી અથવા મૂર્તિપૂજા કરવી યોગ્ય નથી. તેમણે પોતાના નિવેદનમાં સારાના કેદારનાથમાં પૂજા કરવાના પગલાને ગંભીર ધાર્મિક ભૂલ ગણાવીને મોટું પાપ ગણાવ્યું હતું.
