Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેતન્યાહુનો ઇલેક્શનમાં ગોટાળાનો આરોપ, આરબ પક્ષો સામે તપાસની માગણી

નેતન્યાહુનો ઇલેક્શનમાં ગોટાળાનો આરોપ, આરબ પક્ષો સામે તપાસની માગણી

Published : 30 October, 2026 12:28 PM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરોધી ગઠબંધન યહૂદી-અારબ ભાગીદારીના પક્ષમાં

બેન્જામિન નેતન્યાહુ

બેન્જામિન નેતન્યાહુ


ઇઝરાયલમાં ચૂંટણીની મતગણતરી વચ્ચે બેન્જામિન નેતન્યાહુની પાર્ટીએ આરબ પક્ષો પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ મતદારોને લાંચ આપવા, ધમકી અને હિંસાનો ઉપયોગ કરવા તથા નકલી ઓળખથી મતદાન કરાવવા જેવા કથિત ગુનાઓની તપાસની માગણી કરી હતી.

બીજી તરફ ઇઝરાયલના આરબ બહુમતી ધરાવતા જૉઇન્ટ લિસ્ટ ગઠબંધનના અધ્યક્ષ યુસેફ જબારીને નેતન્યાહુ સરકારને સત્તા પરથી હટાવવા માટે યહૂદી અને આરબ પક્ષોને એક થવા માટે ભાગીદારીની હાકલ કરી હતી. જોકે નેતન્યાહુએ આરબ પક્ષોના ટેકાથી સરકાર રચવાનો વિરોધ કરતાં તેમને ઇઝરાયલના અસ્તિત્વ માટે જોખમ ગણાવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 12:28 PM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK