કરણ જોહરની પહેલી ફિલ્મને શા માટે ટ્વીન્કલ ખન્નાએ નકારી?
ફાઈલ તસવીર
આજથી 22 વર્ષ પહેલા કરણ જોહરની પહેલી અને અત્યાર સુધીની સુપર હીટ કહેવાતી ફિલ્મ કુછ કુછ હોતા હે (Kuch Kuch Hota Hai) ફિલ્મ રિલીઝ થઈ હતી. આજે પણ આ ફિલ્મ ટીવીમાં ટેલીકાસ્ટ થાય તો ફૅન્સને થાય કે ચલો એક વાર હજી જોઈ લઈએ.
16 ઑક્ટોબર, 1998ના રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીએ શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી પ્રસિદ્ધિ મેળવનારા કરણ જોહરે કેટલીક યાદગાર મુવમેન્ટ્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો, જેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીએ પોતાની બેસ્ટ યાદોને જણાવી છે.
ADVERTISEMENT
View this post on Instagram#22yearsofKKHH.....memories of a lifetime ...eternally grateful for all the love ❤️?
કરણ જોહરે પહેલા એક અસંવેદનશીલ છોકરો, ટૉમ બૉઈશ છોકરી અને એક સુંદર સ્ત્રી વચ્ચેના લવ ટ્રાઈંગ્લની સ્ટોરી લખી હતી. ત્યારબાદ એક વિધુર અને તેની દિકરી ઉપર વાર્તા લખી પરંતુ તેની મુવી બનાવી નહીં. અંતે આ બે વાર્તાને મિક્સ કરીને ‘કુછ કુછ હોતા હે’ની સ્ક્રિપ્ટ લખી હતી.
View this post on InstagramAll cartooned out 22 odd years later #Rahul #Anjali #22YearsOfAnjali #KKHHmemories
આ ફિલ્મમાં રાની મુખર્જીનો ટીનાનો રોલ કરણે પહેલા તેની ફ્રેન્ડ ટ્વિન્કલ ખન્નાને ઓફર કર્યો હતો, પરંતુ ટ્વિન્કલે આ ફિલ્મને નકારી હતી. ત્યારબાદ કરણે તબ્બૂ, શિલ્પા શેટ્ટી, ઉર્મિતા માંતોડકર, એશ્વર્યા રાય, રવીના ટંડન અને કરિશ્મા કપૂર સાથે પણ વાત કરી પરંતુ કોઈએ રસ દર્શાવ્યો નહીં. આખરે શાહરૂખ અને આદિત્ય ચોપડાની ભલામણે રાનીને કાસ્ટ કરવામાં આવી, જેણે રાજા કી આયગી બારાતથી ડેબ્યુ કર્યુ હતું.
ઘણા વર્ષો બાદ ‘કોફી વિથ કરણ’માં ટ્વિન્કલે મજાકમાં કહ્યું હતું કે રાની મુખર્જીનું કરિયર તેણે બચાવ્યુ છે. હું મારા કરિયરમાં આ એક જ હીટ ફિલ્મ આપી શકતી હતી પરંતુ આ ફિલ્મ પણ મે છોડી દીધી.
ફિલ્મમાં સલમાન ખાને ‘અમન’નું પાત્ર ભજવ્યું હતું જે પહેલા સેફ અલી ખાન, અજય દેવગણ અને ચંદ્રચૂડ સિંહને ઑફર કરવામાં આવ્યું હતું.

