બૉલિવૂડ ઍક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘‘સિકંદર’’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતી. આ સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે ભાઈજાનનો આખો પરિવાર એક છત નીચે ભેગો થયો હતો. એઆર મુરુગદાસ દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી આ ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવાની છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે. સવારથી જ મતદાન મથકની બહાર નાગરિકોની લાઈનો જોવા મળી રહી છે. બૉલિવૂડ ફિલ્મોના અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. અભિનેતા સલમાન ખાને પણ કડક સુરક્ષા વચ્ચે મતદાનના કર્યું હતું. (તસવીર: મિડ-ડે)
અભિનેતા ગોવિંદાએ ભૂલમાં મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પગમાં ગોળી મારી દીધી હતી. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અભિનેતા અને શિવસેના નેતાએ ભૂલથી પોતાની રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહેવાલ મુજબ, જ્યારે અકસ્માત થયો ત્યારે ગોવિંદા બહાર જતા પહેલા તેની રિવોલ્વર તપાસી રહ્યો હતો. ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ ફોન પર ANIને જણાવ્યું કે, "ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો અને તેની લાયસન્સવાળી રિવોલ્વર પાછી અલમારીમાં મૂકી રહ્યો હતો, ત્યારે તે તેના હાથમાંથી સરકી ગઈ અને બંદૂક નીકળી ગઈ, તેના પગમાં ગોળી વાગી. ડૉક્ટરે તેને કાઢી નાખ્યું. ગોળી વાગી છે અને તે હજુ પણ હોસ્પિટલમાં છે.
બૉલિવૂડના જગતમાં પણ ગણેશ ચતુર્થીનો અત્યંત આનંદ જોવા મળી રહ્યો છે. અનેક સેલેબ્સે પોતાના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. જુઓ આ ભક્તિમાં તરબોળ તસવીરો
સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાને સોમવારે રાત્રે એક અસાધારણ ઈદની ઉજવણી કરી. ગ્લેમર અને હૂંફ બંનેને મિશ્રિત કરતી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, જેકી શ્રોફ, જેનેલિયા દેશમુખ, સોનાલી બેન્દ્રે, લુલિયા વંતુર અને અન્ય સહિત અનેક બોલીવુડ હસ્તીઓની હાજરી જોવા મળી હતી.
અભિનેતા સલમાન ખાને તેમની આગામી ફિલ્મ સિકંદરની રિલીઝ પર બોલતા કહ્યું કે કોઈ પણ ફિલ્મ વિવાદને કારણે હિટ થતી નથી. તેણે કહ્યું, “હું કોઈ વિવાદ નથી ઈચ્છતો... કોઈ પણ ફિલ્મ વિવાદને કારણે હિટ થતી નથી...”
બાંદ્રામાં લવયાપાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, જુહી ચાવલા અને રેપર હની સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. સ્ટાઇલિશ છતાં કેઝ્યુઅલ લુકમાં સજ્જ, સેલેબ્સે ફોટા પડાવતા અને ઉપસ્થિતો સાથે વાતચીત કરતા સ્ક્રીનિંગ દરમ્યાન વાતાવરણ ગ્લેમરસ હતું.
કશિશ કપૂર માટે ફેમિલી વીક થોડો ઇન્ટેન્સ રહ્યો, તેણે વીકએન્ડ કા વાર પહેલા સલમાન ખાનની વઢ ખાવી પડી અને તેને ડિસરિસ્પેક્ટફુલ પણ કહેવામાં આવી હતી. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સ્પ્લિટ્સવિલા ફેમ કશિશ કપૂરે આખી ઘટના વિશે મિડ-ડે સાથે વાત કરી. તેણે કરણ વીર મહેરાની રમત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા, તેના એડિટેડ સ્ક્રીન ટાઈમ વિશે ચર્ચા કરી અને તાજેતરમાં થયેલી કૉન્ટ્રોવર્સી પર ચાહત પાંડેનો બચાવ પણ કર્યો. કશિશે હજી કયા ખુલાસા કર્યા તે જાણવા માટે જુઓ આખો વીડિયો...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK