Sholay ફિલ્મમાં ધર્મેન્દ્રની ગોળીથી બચી ગયા હતા બીગ-બી, જાણો આખી ઘટના
ફિલ્મ શોલેથી ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન. તસવીર સૌજન્ય - જાગરણ
અમિતાભ બચ્ચન આજકાલ કૌન બનેગા કરોડપતિ શૉ હોસ્ટ કરી રહ્યા છે. આ શૉ દરમિયાન અમિતાભ બચ્ચન ઘણી વાર તેમના જીવન અને ફિલ્મોથી લગતી રસપ્રદ કિસ્સાઓ શૅર કરતા હોય છે. એવો જ એક કિસ્સો બિગ-બીએ Sholayને લઈને સંભળાવ્યો છે.
કેબીસી 12ના લેટેસ્ટ એપિસોડમાં સીઆરપીએફના ડીઆઈજી પ્રીત મોહન સિંહ સામેલ થયા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન Sholayના ક્લાઈમેક્સની શૂટિંગનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં ધર્મેન્દ્ર એના કૉ-સ્ટાર હતા. ડીઆઈજીએ પોતે શોલેના ફૅન ગણાવતા કહ્યું કે ધર્મેન્દ્રએ તેની સાથે વધુ ગોળીઓ લઈને જવું હતું, જેનાથી તેઓ વિજયનું જીવન બચાવી શકત. એના પર અમિતાભે ખુલાસો કર્યો કે ધર્મેન્દ્રે આ દરમિયાન એક અસલી ગોળી ચલાવી દીધી હતી, જે અમિતાભ બચ્ચનના બહુ જ નજીકથી પસાર થઈ હતી.
ADVERTISEMENT
અમિતાભે જણાવ્યું કે- જ્યારે અમે તે સીનની શૂટિંગ કરી રહ્યા હતા, જેમાં ધરમજી નીચે હતા અને હું પહાડ ઉપર હતો. ધરમજી પોતાની ચેસ્ટથી પોતાની શર્ટ ખોલીને ગોળીઓ ભરે છે. તેમણે એક વાર પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ બુલેટ્સ ઉપાડી શક્યા નહીં. તેમણે ફરીથી કર્યું, તો પણ ધરમજી ગોળીઓ ઉપાડી શક્યા નહીં. જેનાથી ધરમ જી નારાજ થઈ ગયા. મને ખબર નથી કે તેઓએ શું કર્યું. તેમણે ગોળીઓ બંદૂકમાં નાખી અને ફાયરિંગ કર્યું. તે અસલી ગોળીઓ હતી. તેઓ એટલા નારાદ થઈ ગયા હતા કે એમણે ફાયર જ કરી દીધું. હું તે સમયે પહાડ પર જ હતો. મેં મારા કાનની નજીકથી ગોળીનો અવાજ સંભાળ્યો. તેમણે અસલી ગોળી ચલાવી દીધી હતી. હું બચી ગયો.
રમેશ સિપ્પી દિગ્દર્શિત શોલે હિન્દી સિનેમાની એક ક્લાસિક ફિલ્મ છે, જેનું આકર્ષણ 45 વર્ષ બાદ પણ ઓછું થયું નથી. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે હેમા માલિની, જયા બચ્ચન, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા જબરદસ્ત કલાકારો મહત્વના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને લઈને ઘણા કિસ્સાઓ પ્રખ્યાત છે. ફિલ્મની વાર્તા એક ઈમાનદાર પોલીસ ઑફિસરની ભયાનક ડાકુનો બદલો લેવા પર આધારિત હતા, જેમાં એમની મદદ નાના ગુનેગારો કરે છે. ધર્મેન્દ્ર અને અમિતાભે વીરૂ અને જયની ભૂમિકા ભજવી હતી.

