ગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝે પોતાનો કિંમતી મત આપ્યો હતો. એટલું જ નહીં સેલેબ્ઝે ફેન્સને અને મુંબઈકર્સને આગળ આવીને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મત આપ્યા બાદ સેલેબ્ઝે ચૂંટણી પ્રક્રિયા, વોટિંગનું મહત્વ વગેરે મુદ્દાઓ પણ પોતાના વિચારો મુક્તપણે રજુ કર્યા હતા.
21 May, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આખરે એ ક્ષણ આવી જ ગઈ, જેની દરેક જણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સની દેઓલના લાડલા દીકરા કરણ દેઓલ આજે પોતાની લેડી લન દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કરણ પોતાની દુલ્હનિયાને લેવા જોર-શોરથી ઘોડી પર સવાર થઈને જાન લઈને નીકળ્યા હતા. કરણ દેઓલ અને દ્રિશાના લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ છે. કરણ દ્રિશા સાત ફેરા લઈને હંમેશને માટે એકબીજાના થઈ ચૂક્યા છે. કરણના લગ્ન સાથેની અપડેટ્સ જુઓ અહીં...
દિલીપકુમારની લાઇફ સાથે જોડાયેલી આ પાંચ વાતો ભાગ્યે જ કોઈ જાણતું હશે. આ પાંચ વાતો એવી છે જે દિલીપકુમારની લાઇફ બદલવાનું શ્રેય પણ ધરાવે છે તો સાથોસાથ દિલીપકુમારની લાઇફને બદલવાનો અપજશ પણ એના શિરે જ છે. જુઓ એ પાંચ વાત જેણે દિલીપકુમારની લાઇફમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી
બૉલીવુડ એક્ટર ધર્મેન્દ્રને ઈન્ડસ્ટ્રીમાં એના અભિનય માટે ઓળખવામાં આવે છે પરંતુ પર્સનલ લાઈફના લીધે પણ તે હંમેશા ચર્ચામાં રહે છે. ધર્મેન્દ્રના ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સાઓ તો તમે સાંભળ્યા જ હશે. તો અમે તમને જણાવી રહ્યા છે ધર્મેન્દ્રના પર્સનલ લાઈફ વિશે...
NEET-UG 2024 પરીક્ષા પર સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા, કોઈપણ ગેરરીતિને દૂર કરવાની ખાતરી આપી. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપતા, તેમણે ન્યાય સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને NTAના સમર્પણની ખાતરી આપી. પ્રધાને પેપર લીકના દાવાઓને ફગાવી દીધા, એમ કહીને કે કોઈ પુરાવા બહાર આવ્યા નથી. તેમણે પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કોઈપણ જવાબદાર પક્ષો સામે પગલાં લેવાનું વચન આપતા, તેમણે ચિંતાઓ અને પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતને સ્વીકારીને સિસ્ટમની નિષ્પક્ષતામાં વિશ્વાસ જગાડવાનો હેતુ રાખ્યો હતો.
સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રએ 8 ડિસેમ્બરે પાપારાઝી અને ચાહકો સાથે કેક કાપીને તેમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતા ત્રણ સ્તરની જન્મદિવસની કેક કાપતા જોવા મળ્યા હતા, જેમાં તેના પાત્રના સ્કેચ હતા. આ પ્રસંગે પપ્પા ધરમની સાથે આવેલો પુત્ર સની દેઓલ પિતા પ્રત્યે લોકોનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગયો હતો. વધુ માટે વીડિયો જુઓ!
સની દેઓલે હિન્દી સિનેમા પર વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, તેમના પિતા, ધર્મેન્દ્ર અને અન્ય લોકો દ્વારા કેવી રીતે શાસન કર્યું હતું તે વિશે વાત કરી હતી જ્યારે તે એક અભિનેતા તરીકે ફિલ્મોમાં જોડાયો હતો પરંતુ તેણે તેની ફિલ્મોમાં તેના કામને અસર થવા દીધી ન હતી. સની દેઓલે મિડ-ડે.કોમને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં આ જ કારણસર `બેતાબ` જેવી ફિલ્મો પસંદ કરી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK