લોકપ્રિય રિયાલીટી શૉ `કૌન બનેગા કરોડપતિ` (Kaun Banega Crorepati 15)ની 15મી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝન શરૂ થતાં જ ગુજરાતી છોકરીના જોષથી સ્ટેજ પર ઉત્સાહ છવાઈ ગયો હતો. ગુજરાતના ગઢડા (સ્વામીના) (Gujarat Gadhada)ની રહેવાસી ધીમહિ ત્રિવેદી (Dhimahi Trivedi in KBC) અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર ઝળકી હતી. મહત્વની વાત એ છે કે વર્ષ 2012માં ધીમહિના પિતા રાજેન્દ્ર ત્રિવેદી પણ `કૌન બનેગા કરોડપતિ`નો હિસ્સો રહ્યાં હતાં. અને હવે આશરે 11 વર્ષ બાદ 18 વર્ષની દીકરીએ હોટ સીટ પર પહોંચી ગુજરાતીઓનું ગૌરવ વધાર્યુ છે. ચાલો જાણીએ પિતા-પુત્રીની કેબીસી સુધી પહોંચવા સુધીની સફર વિશે.
17 August, 2023 11:24 IST | Mumbai | Nirali Kalani