કરણ જોહરના ઘરના બે સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝેટિવ, મમ્મી થયા સેનિટાઇઝ્ડ
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19) મહામારીની ચપેટમાં એક પછી એક બોલીવુડ કલાકારો પણ આવતા જ જાય છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરના બે સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝેટિવ આવતા કરણ સહિત આખા પરિવારે અને સ્ટાફ મેમ્બરે 14 દિવસ માટે પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરી રહ્યાં છે.
પોતાના ઘરમાં કોરોનાના પોઝેટિવ કેસ આવ્યા હોવાના સમાચાર કરણ જોહેર ટ્વીટ કરીને આપ્યા હતા. કરણે ટ્વીટમાં લખ્યું હતું કે, અમારા ઘરમાં કામ કરતા બે લોકોને કોરોના પોઝેટિવ આવ્યો છે. તેમનામાં કોરોનાના લક્ષણો દેખાતા જ બિલ્ડિંગના એક સેક્શનમાં તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમનો કોરોના રીપોર્ટ પોઝેટિવ આવ્યા બાદ અમે ઘરમા બધાનો કોરોના ટેસ્ટ કરાવ્યો, પરંતુ બધાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. છતા સલામતીના ભાગરૂપે અમે 14 દિવસ સેલ્ફ આઈસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું છે.
ADVERTISEMENT
— Karan Johar (@karanjohar) May 25, 2020
દરમ્યાન, કરણ જોહરની મમ્મી હીરૂ જોહેરનો એક વિડિયો સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થયો છે. જેમાં તેઓ સેનિટાઈઝેશન કરાવતા દેખાય છે. આ સેનિટાઈઝેશન કરણના ઘરમાં કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે આ પહેલ બોની કપૂરના બે હાઉસ હેલ્પર્સનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

