આ ફિલ્મમાં તે રિક્ષા-ડ્રાઇવરના રોલમાં દેખાવાની છે.
હુમા કુરેશી
હુમા કુરેશીએ તેની આગામી ફિલ્મ ‘ગુલાબી’નું શૂટિંગ અમદાવાદમાં ગઈ કાલથી શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે રિક્ષા-ડ્રાઇવરના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મ રિયલ લાઇફ મહિલા રિક્ષા-ડ્રાઇવરના જીવન પર આધારિત છે. તે પરિવર્તન લઈને આવી છે અને અનેક મહિલાઓને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપી છે. એની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી હતી. આ ફિલ્મને વિપુલ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં ક્લૅપબોર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હુમાએ કૅપ્શન આપી, ‘‘ગુલાબી’ આવી ગઈ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.’
જુનિયર NTR સાથે કામ કરવું છે ઉર્વશી રાઉતેલાને
ઉર્વશી રાઉતેલા હાલમાં જ જુનિયર NTRને મળી હતી. ઉર્વશીને ભવિષ્યમાં જુનિયર NTR સાથે કામ કરવું છે. જુનિયર NTRની ‘RRR’એ ખૂબ ધૂમ મચાવી હતી. આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ગયા વર્ષે ઑસ્કર અવૉર્ડ પણ મળ્યો હતો. ઉર્વશીની ‘જહાંગીર નૅશનલ યુનિવર્સિટી’ હાલમાં જ રિલીઝ થઈ છે. જુનિયર NTR સાથે ઉર્વશીની મુલાકાત જિમમાં થઈ હતી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી : ‘જુનિયર NTR ગારુ આપણા લોકપ્રિય ગ્લોબલ સુપરસ્ટાર. તેઓ અતિશય ડિસિપ્લિન્ડ, પ્રામાણિક અને સ્ટ્રેટફૉર્વર્ડની સાથે જ વિનમ્ર છે. તમારી ઉદારતા અને પ્રોત્સાહન માટે ખૂબ આભાર. સિંહ જેવી તમારી પર્સનાલિટી પ્રશંસનીય છે. નજીકના ભવિષ્યમાં તમારી સાથે કામ કરવા માટે આતુર છું.’
છોકરાઓ જ કેમ મસ્તી કરી શકે? અમે કેમ નહીં?
નેહા ધુપિયાએ ગઈ કાલે એક ફોટો શૅર કર્યો હતો જેમાં તેનો પતિ અંગદ બેદી, કરીના કપૂર ખાન અને જૉન એબ્રાહમ જોવા મળ્યાં હતાં. તેઓ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મૅચ જોવા ગયાં હતાં. એ દરમ્યાન નેહા અને કરીના ખૂબ જ મસ્તીમાં હતાં અને અંગદ તથા જૉન ચૂપ દેખાઈ રહ્યા છે.