કૉન્સર્ટમાં તેની ‘ચાઇલ્ડહુડ ક્રશ’ મલાઇકા અરોરા પણ આવી હતી. એ.પી. ઢિલ્લોંની મુંબઈની કૉન્સર્ટમાં હંમેશાં સેલિબ્રિટીઝ જોવા મળે જ છે. શનિવારે પણ મલાઇકા ઉપરાંત ભૂમિ પેડણેકર અને મૃણાલ ઠાકુર જેવી ઍક્ટ્રેસિસ આ કૉન્સર્ટમાં ગઈ હતી.
મલાઇકા અરોરા, પંજાબી સિંગર એ.પી. ઢિલ્લોં
વિખ્યાત પંજાબી સિંગર એ.પી. ઢિલ્લોં માટે શનિવાર રાતની મુંબઈની કૉન્સર્ટ યાદગાર બની રહી. એનું કારણ એ હતું કે આ કૉન્સર્ટમાં તેની ‘ચાઇલ્ડહુડ ક્રશ’ મલાઇકા અરોરા પણ આવી હતી. એ.પી. ઢિલ્લોંની મુંબઈની કૉન્સર્ટમાં હંમેશાં સેલિબ્રિટીઝ જોવા મળે જ છે. શનિવારે પણ મલાઇકા ઉપરાંત ભૂમિ પેડણેકર અને મૃણાલ ઠાકુર જેવી ઍક્ટ્રેસિસ આ કૉન્સર્ટમાં ગઈ હતી.
ADVERTISEMENT
એ.પી. ઢિલ્લને મલાઇકા અરોરાને સ્ટેજ પર બોલાવીને તેના માટે પોતાનું લોકપ્રિય ગીત ‘વિથ યુ’ ગાયું હતું. ‘તેરિયાં અદાવાં...’ જેવા શબ્દોથી શરૂ થતું આ ગીત ગાઈને એ.પી. ઢિલ્લોંએ કૉન્સર્ટમાં હાજર મેદની સમક્ષ એકરાર કર્યો હતો કે બચપણમાં તેને મલાઇકા પ્રત્યે ક્રશ હતો. મલાઇકા માટેની ઘેલછા શનિવારે પણ તેના ગાવામાં અને મલાઇકાને તેણે જે રીતે ભેટીને સ્ટેજ પરથી વિદાય આપી એમાં દેખાતી હતી.