અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હાલમાં બન્નેએ બે બાળકો સાથે પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી એના વિડિયો અને ફોટો વાઇરલ થયા હતા.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હાલમાં બન્નેએ બે બાળકો સાથે પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી એના વિડિયો અને ફોટો વાઇરલ થયા હતા. એ પછી તેઓ રવિવારે અલીબાગ જવા માટે મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે જોવા મળ્યાં હતાં. એ પછી અનુષ્કા સોમવારે સવારે અલીબાગથી મુંબઈ પાછી ફરી છે, પરંતુ ત્યારે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે નહોતો. અનુષ્કા જ્યારે મુંબઈ પાછી આવી ત્યારે ‘નો મેક-અપ’ લુકમાં જોવા મળી હતી.
ખાસ વાત તો એ છે કે ૨૦૨૩માં એવા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલીએ અલીબાગમાં વિશાળ ઘર ખરીદ્યું છે. લોકપ્રિય ઇન્ટીરિયર ડિઝાઇનર અને હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાને એને શણગાર્યો છે. એ સિવાય અલીબાગમાં વિરાટ-અનુષ્કાનું ફાર્મહાઉસ પણ છે.

