જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર દહીહંડીનું આયોજન કરાયું હતું અને ગોવિંદાઓએ ‘ગોવિંદા રે ગોપાલા’ના નાદ સાથે ઝૂમતાં-ઝૂમતાં એક પર એક થર લગાડી મટકી ફોડવાનો આનંદ લીધો હતો. દહીહંડીમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને થાણે સેન્ટર ઑફ ઍટ્રૅક્શન રહ્યું હતું. ગઈ કાલે સાંજે ૭ વાગ્યા સુધી મુંબઈની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં કુલ ૧૦૭ ગોવિંદાઓને નાની-મોટી ઈજાની સારવાર માટે લઈ જવાયા હતા.
(તસવીરો : આશિષ રાજે, સતેજ શિંદે, નિમેશ દવે, પ્રદીપ ધિવાર)
08 September, 2023 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent