નેહા ધૂપિયા સાથે લગ્ન પહેલા 75 છોકરીઓને ડેટ કરી ચૂક્યો હતો અંગદ બેદી
ફાઇલ ફોટો
અંગદ બેદીનો જન્મ 6 ફેબ્રુઆરી 1983ના રોજ દિલ્હીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીના ઘરે થયો. અંગદે પોતાના કરિઅરની શરૂઆત મૉડલ તરીકે કરી, જેના પછી તેણે મનોરંજન જગતમાં ડેબ્યૂ કર્યો. આમ તો અંગદે પોતાના કરિઅરની શરૂઆત વર્ષ 2004માં કાયા તારણ દ્વારા કરી, પણ તેને ખરી ઓળખ રેમો ડિસૂઝા નિર્દેશિત ફિલ્મ ફાલતૂ દ્વારા મળી.
ફિલ્મો સિવાય અંગદે નાના પડદા પર પણ કામ કર્યું. ટીવી જગતમાં તે અનેક શૉઝમાં દેખાઇ ચૂક્યો છે, જેમાં એક્સ્ટ્રા ઇનિંગ્સ (ટી20 ઇન્ડિયન પ્રીમિયર લીગ), કુછ ના કહો, ફિયર ફેક્ટર, ખતરો કે ખિલાડી (સીઝન 3) અને 24 (સીઝન 2) સામેલ છે. આની સાથે જ ટેલીવિઝન શૉ ઇમોશનલ અત્યાચારની પહેલી સીઝન પણ અંગદે હોસ્ટ કરી હતી.
ADVERTISEMENT
10 મે 2018ના અંગદ અને નેહા ધૂપિયા લગ્ન બંધનમાં બંધાઇ ગયાં. પણ શું તમે જાણો છો કે લગ્ન પહેલા અંગદ લગભગ 75 છોકરીઓને ડેટ કરી ચૂક્યો હતો. હકીકતે આ વાતનો ખુલાસો અંગદે પત્ની નેહા ધૂપિયાના ચૅટ શૉ 'નો ફિલ્ટર નેહા' પર કર્યો હતો. ચૅટ શૉમાં અંગદે પોતાની એક એક્સ ગર્લફ્રેન્ડ સાથે જોડાયેલો કિસ્સો પણ સંભળાવ્યો. અંગદે પોતાનાથી લગભગ સાડાત્રણ વર્ષ મોટી છોકરીને ડેટ કરી રહ્યો હતો.
અંગદે જણાવ્યું હતું કે, "હું તેનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. અમે લોકો એક બારમાં ગયા હતા જ્યાં તેમે પોતાના મિત્રો સાથે પાર્ટી કરી. કેટલીક ડ્રિન્ક્સ પછી તે એક્સાઇટેડ થઈ ગઈ અને ક્યાંક જવાની જીદ કરવા લાગી. હું ખૂબ જ થાકી ગયો હતો એટલે મેં તેને કહ્યું, તું કેમ નથી જતી, હું હમણાં પાછો આવી જઈશ. તેના પછી તેણે મને બારમાં છોડી દીધો. મારી પાસે ન તો પૈસા હતા, ન તો મોબાઇલ ફોન. અહીં સુધી કે મારી પાસે તે જગ્યાનું સરનામું પણ નહોતું જ્યાં હું રોકાયો હતો."
અંગદે આગળ જણાવ્યું કે, "સવારે લગભગ સાડા ચાર વાગ્યા સુધી હું ન્યૂયૉર્કના રસ્તા પર આમ જ ભટકતો રહ્યો. જેવો હું બાર પાસેથી પસાર થયો કે મને મારા કેટલાક મિત્રો દેખાયા. તેમણે મારી સામે હાથ હલાવ્યો અને મદદ કરી. બીજા દિવસે હું જ્યાં રોકાયો હતો ત્યાં પહોંચ્યો અને બધો સામાન લીધો. તે દિવસે મેં બ્રેકઅપ કરી લીધું."
અંગદ બેદીના ફિલ્મી કરિઅરની વાત કરીએ તો તેણે અનેક ફિલ્મોમાં પોતાના અભિનયની કળા પણ બતાવી ચૂક્યો છે. અંગદની શાનદાર ફિલ્મોમાં પિન્ક, ઉંગલી, ટાઇગર ઝિંદા હૈ, સૂરમા, ડિયર ઝિંદગી અને ગુંજન સક્સેના-ધ કાર્ગિલ ગર્લ સામેલ છે. નાના અને મોટા પડદા સિવાય અંગદ વેબસીરિઝમાં પણ કામ કરી ચૂક્યો છે.

