Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

Published : 04 February, 2024 01:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લેખ વાંચો અને તે મુજબ તમારા દિવસ અને અઠવાડિયાની યોજના બનાવો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટાઇ ડાઇ ટી-શર્ટ 

કોઈ પણ કપડા પર નૅચરલ રંગોથી ટાઇ ઍન્ડ ડાઇ કરવાની કળા સ્ટ્રેસબસ્ટર ગણાય છે. એમાં તમને તમારી સાઇઝનું ટી-શર્ટ મળશે જેને વિવિધ રંગોથી કઈ રીતે ડાઇ કરી શકાય એ શીખવવામાં આવશે. બાળકોની સાઇઝથી લઈને ૪એક્સએલ સાઇઝ સુધીનાં ટી-શર્ટ્સ પર કઈ રીતે સેલ્ફ-ડાઇંગ કરવાનું રહેશે એ શીખવવામાં આવશે. 




ક્યારે?: ૪ ફેબ્રુઆરી
સમયઃ ૧૧.૩૦ 
ક્યાં? લવ ઍન્ડ લાતે, વર્સોવા
કિંમતઃ ૮૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow


સનસેટ રાફ્ટિંગ  
ઍક્રિલિક પેઇન્ટ્સ અને બ્રશની મદદથી તમે કુદરતી દૃશ્ય ડ્રૉ કરતાં શીખો એવી વર્કશૉપ છે. એમાં વાઇબ્રન્ટ રંગોનો ઉપયોગ થાય છે અને તમારી કલ્પનાના વિશ્વને કોઈ પેન્સિલવર્ક વિના જ કલર્સ અને પૅટર્ન દ્વારા કૅન્વસ પર કંડારતાં શીખવાય છે. આ આર્ટ એક્સ્પીરિયન્સ મેડિટેટિવ છે અને તમને પેઇન્ટિંગનો કોઈ અનુભવ હોવો પણ જરૂરી નથી. 
ક્યારે?ઃ ૪ ફેબ્રુઆરી
સમયઃ બપોરે ૩થી ૬
ક્યાં? ઃ રૂડ લાઉન્જ, પવઈ
કિંમતઃ ૧૭૦૦ રૂપિયા (મટીરિયલ અને રિફ્રેશમેન્ટ સાથે)

નેક્સ્ટ વીકમાં શું કરશો?


પેપૉન લાઇવ 

 સૂરમાં કરોડો લોકોને મંત્રમુગ્ધ કરવાની શક્તિ ધરાવતો બૉલીવુડ પ્લેબૅક સિંગર પેપૉન લાઇવ આવી રહ્યો છે. તેનું મૂળ નામ અંગરાગ મહંત છે, પણ સ્ટેજ પર પેપૉનના નામે જ પ્રચલિત આ સિંગરના ‘મોહ મોહ કે ધાગે...’ ‘તૂ જો મિલા...’, ‘બુલેયા...’ જેવાં સૉન્ગ્સ તેના જ મુખે લાઇવ સાંભળવાનો લહાવો ચૂકવા જેવો નથી. 
ક્યારે?ઃ ૮ માર્ચ 
સમયઃ ૮ વાગ્યાથી 
ક્યાં?ઃ જિયો વર્લ્ડ ડ્રાઇવ
કિંમતઃ ૭૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

દસ મહાવિદ્યા

તંત્રવિદ્યામાં દસ દેવીઓની રહસ્યમય વાતો તમને આંતરિક શક્તિઓને સમજવા અને વિકસાવવાની તક આપે છે. હરિયાણાના સોનીપતની રિશીહુડ યુનિવર્સિટીના સેન્ટર ફૉર હ્યુમન સાયન્સિસના ડિરેક્ટર ડૉ. સંપદાનંદ મિશ્રા વિદ્યા અને ડહાપણની દસ દેવીઓનાં સ્વરૂપ, એમની ખાસિયતો અને એમના પર પ્રભાવ પેદા કરતી વાતો વિશે જણાવશે. 
ક્યારે?ઃ ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી
સમયઃ ૬થી ૯.૩૦
ક્યાં?ઃ ઑનલાઇન ઝૂમ પર 
રજિસ્ટ્રેશનઃ @hellomyyoga

ટોટે બૅગ પેઇન્ટિંગ

ઑર્ગેનિક કૉટનની ઝોળીઓ પર તમારા પેઇન્ટિંગની યુનિક સિગ્નેચર થઈ જાય એવું પેઇન્ટિંગ આજકાલ ટ્રેન્ડમાં છે. બૉટનિકલ ડિઝાઇન્સ તેમ જ પંખીઓનાં ચિત્રો ટોટે બૅગ પર ક્રીએટ કરવાનું કામ ફાઇન આર્ટના એક્સપર્ટ્સ પાસેથી શીખવા જેવું છે. એમાં બધું મટીરિયલ અને માર્ગદર્શન બન્ને મળશે. 
ક્યારે?ઃ ૧ માર્ચ સુધી રોજ 
સમયઃ સાંજે ૪થી ૬
ક્યાં? ‘શોભા’સ આર્ટ સ્ટુડિયો
કિંમતઃ ૧૪૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક લાઇવ

૧વીક આવી રહ્યું છે ત્યારે જો તમે જૂનાં હિન્દી ગીતો સાંભળીને રોમૅન્ટિક મૂડ સેટ કરવા માગતા હો તો પ્રેમગીતોનાં કિંગ ઍન્ડ ક્વીન ગણાતાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકની બેલડીના સ્વરે ગવાયેલાં ગીતોની તોલે બીજું કંઈ નહીં આવે. તમારી જુવાનીની પ્રેમની યાદોને તાજી કરતાં મેલડિયસ ગીતો લાઇવ સાંભળો. 
ક્યારે?ઃ ૧૦ ફેબ્રુઆરી
સમયઃ ૬.૩૦ વાગ્યાથી 
ક્યાં?ઃ ટીએમસી ગ્રાઉન્ડ, હીરાનંદાની એસ્ટેટ, થાણે
કિંમતઃ ૧૦૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

કચ્છ કે રંગ

છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈમાં કચ્છની કારીગરીને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતું ‘કચ્છ કે રંગ, કચ્છ કે સંગ...’ એક્ઝિબિશન ફરીથી આવી પહોંચ્યું છે. આ પ્રદર્શનમાં કચ્છી કારીગરોનું ઑથેન્ટિક ક્રાફ્ટ અને કચ્છમાં ક્રાફ્ટ માટે જાણીતી પાંચ લીડિંગ સંસ્થાઓના માસ્ટર આર્ટિસન્સનું હૅન્ડ-મટીરિયલ ક્રાફ્ટ્સ જોવા અને ખરીદવા મળશે. 
ક્યારે?ઃ ૫થી ૮ ફેબ્રુઆરી
ક્યાં?ઃ લખમશી નપુ હૉલ, માટુંગા
સમયઃ ૧૦થી ૮

ચૉકલેટપ્રેમીઓનું જન્નત

જો તમને ચૉકલેટ બહુ જ ભાવતી હોય તો તમારે સાઉથ મુંબઈમાં આવેલા ચૉકલેટના સ્વર્ગમાં જરૂર એક આંટો મારવો જોઈએ. અહીં વિવિધ પ્રકારના કોકો બીન્સમાંથી જાતજાતની ચૉકલેટ બનાવવામાં આવે છે. આ પ્રોસેસને તમે જોઈ પણ શકો છો. રૅપરમાં પૅક થઈને મળતી ચૉકલેટ કઈ રીતે બને છે એ તમે નજરે જોઈ શકો છો અને ખરીદી શકો છો. અહીં તમે અઢળક વરાઇટીની ચૉકલેટનું ટેસ્ટિંગ પણ કરી શકો છો. આ લાઇવ ચૉકલેટ-મેકિંગ પ્લેસના ઉપરના માળે નાનકડી કૅફે જેવું છે. અહીં બેસીને તમે ચૉકલેટ ફ્લેવર્સનાં પીણાં અને સ્નૅક્સનો લુત્ફ પણ ઉઠાવી શકો છો. અહીંની ચૉકલેટ કૉફી તો મસ્ટ ટ્રાય છે. બ્રેડ્સ, બન્સ, ક્રૉસોં અને ટોસ્ટ્સની ઉપર ડઝનબંધ ફ્લેવરની ચૉકલેટનું કૉમ્બિનેશન છે. અહીં તમામ ચૉકલેટ કોકોમાંથી ઇનહાઉસ બનાવવામાં આવે છે. ફ્રૂટ્સ ફ્લેવરની તેમ જ કસ્ટમમેડ ગૉરમે ચૉકલેટનું આ હબ છે જ્યાં પચીસથી ત્રીસ ફ્લેવરવાળું આખું ચૉકલેટબાર છે.
ક્યાં?ઃ ધ કોકો મિલ બાય સબ્કો, સેકન્ડ પાસ્તા લેન, કોલાબા

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2024 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK