‘જમાનો બદલાઈ ગયો છે’ એવું આપણે વાત-વાતમાં બોલીએ છીએ. આ જમાનો એટલે શું? તમારી બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં આ જમાનો એક ઇતિહાસ હતો
ઉઘાડી બારી
પ્રતીકાત્મક તસવીર
રજાઓ દિવાળીની હોય કે ઉનાળાના વેકેશનની, એવુંય બને કે બે કે ત્રણ સરકારી છુટ્ટીઓની વચ્ચે એકાદ દિવસ ઑફિસમાં કે કામકાજમાં ગાપચી મારી લઈએ અને ચાર-પાંચ દિવસ સાથે થઈ જાય તો આસપાસના હિલ-સ્ટેશન કે મંદિર-મસ્જિદે જઈ આવવું એ આપણો એક શિરસ્તો બની ગયો છે. રજાઓમાં ક્યાંક બહાર ફરવા જવું જ જોઈએ અને એ માટે અગાઉથી આયોજનો પણ થતાં હોય છે. રજાઓ એટલે કોઈ હિલ-સ્ટેશનો કે પછી ઇતિહાસ હોય એવાં કોઈક પ્રાચીન સ્થળોએ કે કોઈ અર્વાચીન મથકોએ જવું એ હવે સ્વાભાવિક થઈ ગયું છે.