કરીઅરની બાબતમાં મારા જેટલા અખતરા બહુ ઓછા લોકોએ કર્યા હશે. હું સ્ટુડિયસ, ભણવામાં માર્ક પણ બહુ સારા આવે એટલે મને એમ કે મારે એવી સ્ટેબલ કરીઅર પસંદ કરવી જોઈએ જેમાં ઇન્કમ પણ સારી હોય અને હાડમારી પણ ઓછી હોય.
આરોહી પટેલ
કરીઅરની બાબતમાં મારા જેટલા અખતરા બહુ ઓછા લોકોએ કર્યા હશે. હું સ્ટુડિયસ, ભણવામાં માર્ક પણ બહુ સારા આવે એટલે મને એમ કે મારે એવી સ્ટેબલ કરીઅર પસંદ કરવી જોઈએ જેમાં ઇન્કમ પણ સારી હોય અને હાડમારી પણ ઓછી હોય. મારાં પપ્પા-મમ્મી બન્ને એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં એટલે ઘરમાં એ વાતાવરણ તો હતું જ અને મને એ બધું કરવામાં મજા પણ આવતી. કૉલેજ સમયે હું એવી બધી ઍક્વિટીમાં ભાગ લેતી, પણ પછી મારું ધ્યાન ફરી ભણવા પર આવી જાય. BBA કર્યા પછી મેં MBAની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી શરૂ કરી અને સાથે-સાથે ઇન્ટર્નશિપમાં મેં અલગ-અલગ મીડિયાનો એક્સ્પીરિયન્સ લેવાનું પણ ચાલુ કર્યું. રેડિયો, ન્યુઝ-ચૅનલ, પ્રિન્ટ-મીડિયાથી લઈને બધા પ્રકારનાં મીડિયાના મારા એક્સ્પીરિયન્સ દરમ્યાન મને પહેલી વાર સમજાયું કે ગમતું કામ કોને કહેવાય અને એ કામને કરીઅર તરીકે શું કામ પસંદ કરવું જોઈએ?