ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચેલી છે, પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશી અને હવે આરોહી પટેલ-તત્સત મુનશી… છેલ્લા કેટલાક દિવસથી મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાં લગ્નની તસવીરોની સાથે જ આરોહી પટેલ અને તત્સત મુનશીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં છે. હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નનાં શુભ સમાચાર આપ્યા છે. આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, "प्यार दोस्ती है" અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે, જુઓ તેમની તસવીરો...
06 December, 2024 09:14 IST | Udaipur | Shilpa Bhanushali