મુંબઈમાં ૨૪ જાન્યુઆરીથી વર્લ્ડ પિકલબૉલ લીગ શરૂ થવા જઈ રહી છે. આ ભારતની પહેલી ફ્રૅન્ચાઇઝી આધારિત પિકલબૉલ લીગ છે. આ લીગમાં અમેરિકાનો સ્ટાર પ્લેયર વિલિયમ સોબેક પણ ધમાલ મચાવતો જોવા મળશે.
વિલિયમ સોબેક
મુંબઈમાં ૨૪ જાન્યુઆરીથી વર્લ્ડ પિકલબૉલ લીગ શરૂ થવા જઈ રહી છે. આ ભારતની પહેલી ફ્રૅન્ચાઇઝી આધારિત પિકલબૉલ લીગ છે. આ લીગમાં અમેરિકાનો સ્ટાર પ્લેયર વિલિયમ સોબેક પણ ધમાલ મચાવતો જોવા મળશે. ચાર વર્ષની ઉંમરે પિકલબૉલ રમવાનું શરૂ કરનાર આ પ્લેયર ૧૯ વર્ષની ઉંમરે આ રમતમાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવે છે. તે આ લીગમાં બૉલીવુડ સ્ટાર રિતેશ અને જેનિલિયા દેશમુખની સહ-માલિકીની ફ્રૅન્ચાઇઝી પુણે યુનાઇટેડ માટે મેદાનમાં ઊતરશે. શરૂઆતથી જ કોચિંગના અનુભવે તેના માઇન્ડસેટને વધુ મજબૂત બનાવ્યું છે. તે પહેલાંથી જ યુવા સાથી પ્લેયર્સને કોચિંગ અને માર્ગદર્શન આપી રહ્યો છે.