સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)માં ગઈ કાલે ક્વૉલિફાયર-ટૂના રોમાંચક અને થ્રિલર જંગ બાદ આ ફાઇનલ જંગ ગોઠવાઈ ગયો હતો.
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)માં ગઈ કાલે ક્વૉલિફાયર-ટૂના રોમાંચક અને થ્રિલર જંગ બાદ આ ફાઇનલ જંગ ગોઠવાઈ ગયો હતો. ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સનો એક સમયે પ્લેઑફમાં પ્રવેશ મુશ્કેલ લાગી રહ્યો હતો પણ ટીમે ખરા સમયે તેમનો ચૅમ્પિયન ટચ પાછો મેળવ્યો અને છેલ્લી મૅચમાં ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે પૉઇન્ટ-ટેબલમાં ચોથા ક્રમાંકે પહોંચીને પ્લેઑફ રાઉન્ડમાં એન્ટ્રી મારી હતી. ત્યાર બાદ એલિમિનેટરમાં સ્કૉર્ચર્સ સામે એક વિકેટથી અને ગઈ કાલે ક્વૉલિફાયર-ટૂમાં ૧૧ રનથી રોમાંચક અને થ્રિલર જીત મેળવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી. લીગ રાઉન્ડના અંતે પૉઇન્ટ-ટેબલમાં સૌથી વધુ ૧૦ પૉઇન્ટ સાથે નંબર-વન રહેનાર RSS વૉરિયર્સ ક્વૉલિફાયર વન અને ટૂ બન્નેમાં હારવાની સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે રવિવારે ૩૦ માર્ચે ટૉપ ટેન લાયન્સ અને રંગોલી વાઇકિંગ્સ વચ્ચે ડે-નાઇટ ફાઇનલ જંગ જામશે.
ક્વૉલિફાયર-ટૂ
રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૪ રન – મયૂર ગાલા ૫૭ બૉલમાં એક સિક્સર અને ૮ ફોર સાથે ૫૮, યશ મોતા ૨૫ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૬ અને નીરવ નિશર ૧૨ બૉલમાં ોરન. રોમિલ શાહ ૨૮ રનમાં ૩ અને દીક્ષિત ગાલા ૨૨ રનમાં એક વિકેટ)નો RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૩ રન – ભવ્ય છેડા ૩૩ બૉલમાં બે સિક્સર અને ૩ ફોર સાથે ૪૨,
મિતેશ કારિયા ૨૪ બૉલમાં એક ફોર સાથે ૨૪ અને અંકિત સત્રા ૧૦ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૮ રન. યશ મોતા ૩૭ રનમાં ચાર, પાર્થ છાડવા ૧૮ રનમાં બે અને મયૂર ગાલા ૩૧ રનમાં એક વિકેટ) સામે ૧૧ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ રંગોલી વાઇકિંગ્સનો યશ મોતા (૨૫ બૉલમાં ૪૬ રન, ચાર વિકેટ અને બે કૅચ). મૅન ઑફ ધ મૅચ યશ મોતાને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

