Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Santacruz

લેખ

પ્રતીકાત્મક તસવીર

લાતુરની ફૅક્ટરીમાં ચાલતા ડ્રગ્સ-રૅકેટમાં પકડાયેલા મુંબઈના આરોપીઓને જેલકસ્ટડી

કેસમાં પકડાયેલા મુંબઈના બે આરોપીઓને હવે જેલકસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપી દિલાવર અલ્તાફ ખાનને સાંતાક્રુઝથી જ્યારે વસિમ શહારત શેખને મીરા રોડથી ઝડપી લેવાયા હતા

11 April, 2025 09:14 IST | Latur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

Mumbai: લગ્નના બે મહિના બાદ મહિલાએ કર્યો આપઘાત, પિયરમાં ખાધો ગળાફાંસો

Mumbai Suicide Case - મુંબઈ: સાંતક્રૂઝ ઈસ્ટ (Santacruz East) વિસ્તારમાં લગ્નના બે મહિના પછી એક 29 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મૃતક નેહા મિશ્રા પોતાની માતાના ઘરે રહેતી હતી.

09 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટૉપ ટેન લાયન્સ ચૅમ્પિયન

VPL T20 2025ની લો સ્કોરિંગ મૅચમાં રંગોલી વાઇકિંગ્સને હરાવીને લાયન્સ ચૅમ્પિયન

ટૉપ ટેન લાયન્સ તરફથી બોલિંગમાં નિશિત ગાલાએ ૪ ઓવરમાં ૧૩ રન આપી ૪ વિકેટ લીધી હતી. કૅપ્ટન ભાવિક ગીંદરા અને દીપક શાહે બે-બે વિકેટ લીધી હતી.

01 April, 2025 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
VPL T20નો આજે જામશે જોરદાર ફાઇનલ મુકાબલો

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત VPL T20નો આજે જામશે જોરદાર ફાઇનલ મુકાબલો

ગઈ સીઝનની ચૅમ્પિયન રહેલી રંગોલી વાઇકિંગ્સ અને આ સીઝનની બેસ્ટ રહેલી ટૉપ ટેન લાયન્સ ટીમ વચ્ચે રમાશે આખરી જંગ

30 March, 2025 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું આદરણીય કનુભાઈ સૂચકને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મુંબઈમાં પોતાના ઘરને `સાહિત્યનો ચોરો` બનાવનાર સાહિત્યપ્રેમી કનુ સૂચક

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક.` આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. આજે આપણે વાત કરવાની છે આદરણીય કનુભાઈ સૂચક અને તેમણે મુંબઈમાં આગળ ધપાવેલી શુદ્ધ સાહિત્યિક સંસ્થા `સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ`ની. છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સંસ્થાનો ઇતિહાસ, તેની કાર્યપ્રણાલી અને કનુભાઈ સૂચકની નેતૃત્વશક્તિની વાતો, આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારી છે. તો આવો, કનુભાઈએ ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાગોળેલી વાતોનાં સંસ્મરણોને મમળાવીએ.

19 March, 2025 02:28 IST | Mumbai | Dharmik Parmar
તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય

ચાલો, ભગવાનની જાનમાં

સનાતન હિન્દુ ધર્મમાં આજે દેવઊઠી એકાદશીના તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય છે. જે ઘરોમાં ઠાકોરજીની નિત્ય સેવા થતી હોય તેઓ ખૂબ રંગેચંગે આ વિવાહ વિધિ કરતા હોય છે. એક રીતે જોઈએ તો મિની મૅરેજ જેવો જ માહોલ ખડો થઈ જતો હોય છે. આ પરંપરા પાછળની કથા શું છે એ દ્વારકાના નિષ્ણાત પાસેથી જાણીએ અને સાથે મળીએ એવા પરિવારોને જેમને ત્યાં દાયકાઓથી આ પરંપરા પૂરી શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમભાવથી નિભાવાય છે. દરેક કૃષ્ણ મંદિર અને હવેલીમાં આજે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને દેવી તુલસી વૃંદાના વિવાહ સંસ્કારનો ઉત્સવ ઊજવાશે. આ પર્વ માત્ર મંદિરો પૂરતું જ નથી, ભાવિકો પોતાના ઘરે પધરાવેલા લાલાજીને પણ તુલસી સાથે લગ્નગાંઠે બાંધે છે. આ પ્રસંગે શેરડીના સાંઠા અને ફૂલહારથી લગ્નનો મંડપ સજાવાય છે, સુંદર રંગોળી રચાય છે. જગતના નાથનો મા તુલસી સાથે મંગલ પરિણય કરાવતા ભાવિક ભક્તો સાથે થોડી ગોષ્ઠિ કરીએ.

12 November, 2024 05:25 IST | Mumbai | Heta Bhushan
દિપક મકવાણાએ તૈયાર કરેલ ફાઇટર જેટ-તેજસની પ્રતિકૃતિમાં બેઠેલા બાપ્પા

ફાઇટર જેટ `તેજસ`માં બેસીને ઉડાન ભરશે બાપ્પા, આ ગુજ્જુ એન્જિનિયરે તો કમાલ કરી!

ગણેશોત્સવની આજથી ધામધૂમ શરૂ થઈ ગઈ છે. મુંબઈની શેરીઓમાં વિવિધ પંડાળનું ડેકોરેશન જોવા લોકોની ભીડ ઊમટી રહી છે, સાથે જ કેટલાક લોકોએ પોતાના ઘરે બાપ્પાની હરખે પધરામણી કરી છે. પોતાના ઘરમાં જ જુદીજુદી થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. સાન્તાક્રુઝના લુહાર સુથાર સમાજના એન્જિનિયર દિપક લવજીભાઈ મકવાણા દર વર્ષે પોતાના ઘરમાં ડેકોરેશન તૈયાર કરે છે. આ વર્ષે તેમણે એર ફોર્સ ફાઇટર જેટ- તેજસની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આવો, તેમના ઘરે લટાર મારી આવીએ અને રોચક વાતો કરીએ.

07 September, 2024 12:40 IST | Mumbai | Dharmik Parmar
સાંતાક્રુઝમાં એસવી રોડ પરના ખાડા (તસવીરો: અતુલ કાંબલે)

Photos: બાબુજી ધીરે ચલના... સાંતાક્રુઝમાં એસવી રોડ પર ચારે તરફ ખાડા જ ખાડા

મુંબઈવાસીઓ સતત વરસાદનો સામનો કરી રહ્યાં છે અને હવે તેમણે રસ્તાઓ પર પણ સાવચેત રહેવાની જરૂર છે. વાસ્તવમાં મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ઘણી જગ્યાએ ખાડાઓ ભરાઈ ગયા છે, પરંતુ મુંબઈકરોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે.

19 July, 2024 07:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK