મૅચ સ્થગિત કરીને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું.
પૅરિસ ઑલિમ્પિક્સ
બુધવારે આર્જેન્ટિના અને મૉરોક્કોની ફુટબૉલ મૅચથી પૅરિસ ઑલિમ્પિક્સની શરૂઆત થઈ હતી. ૧૧૬મી મિનિટે જ્યારે આર્જેન્ટિનાએ ગોલ કરીને મૅચને ૨-૨થી ડ્રૉ કરી ત્યારે ગુસ્સામાં આવીને મૉરોક્કોના ફૅન્સ મેદાનમાં ઘૂસી આવ્યા હતા. આર્જેન્ટિનાના ખેલાડીઓ પર બૉટલ અને ફટાકડા ફેંકવામાં આવતાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો મેદાન પર ઊતર્યા હતા. મૅચ સ્થગિત કરીને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. બે કલાક બાદ બન્ને ટીમને મેદાન પર બોલાવી અંતિમ ગોલને ઑફસાઇડ જાહેર કરીને ૨-૧થી મૉરોક્કોની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.


