લીઅનલ મેસીએ સવારે હોટેલના ઇવેન્ટ-હૉલમાંથી કલકત્તામાં બનેલા પોતાના ૭૦ ફુટના સ્ટૅચ્યુનું વર્ચુઅલી અનાવરણ કરીને પોતાના ટૂરની શરૂઆત કરી હતી. આ હોટેલમાં જ બિઝનેસમૅન અને વિવિધ સ્પોર્ટ્સ ટીમોના માલિક સંજીવ ગોયનકાએ સૌથી પહેલાં તેની સાથે શુભેચ્છા-મુલાકાત કરી
શાહરુખ ખાન અને અબરામ ખાન સાથે મેસી.
આર્જેન્ટિનાના ફુટબૉલર સ્ટાર લીઅનલ મેસી ગઈ કાલે મોડી રાતે ૨.૨૬ વાગ્યે કલકત્તા ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. તે પ્રાઇવેટ જેટમાં બેસીને ૧૪ વર્ષ બાદ ભારતમાં આવ્યો ત્યારે તેની સાથે આર્જેન્ટિનાના પોતાના સાથી-પ્લેયર્સ રૉડ્રિગો ડી પૉલ અને લુઇસ સુઆરેઝ હતા.
ઍરપોર્ટની અંદર અને બહાર મોટી સંખ્યામાં ફૅન્સ, સુરક્ષા અધિકારીઓ અને મૅનેજમેન્ટના અધિકારીઓ વચ્ચે ત્રણેયને શાનદાર વેલકમ મળ્યું હતું. ઍરપોર્ટથી હોટેલ સુધીના રસ્તાના કિનારે ઊભા રહીને પણ હજારો ફૅન્સે મેસી-મેસીના નારા સાથે આ ગ્લોબલ સ્ટારને ભારતમાં આવકાર્યો હતો.

ADVERTISEMENT
સંજય ગોયનકા સાથે મેસી.

લીઅનલ મેસીએ સવારે હોટેલના ઇવેન્ટ-હૉલમાંથી કલકત્તામાં બનેલા પોતાના ૭૦ ફુટના સ્ટૅચ્યુનું વર્ચુઅલી અનાવરણ કરીને પોતાના ટૂરની શરૂઆત કરી હતી. આ હોટેલમાં જ બિઝનેસમૅન અને વિવિધ સ્પોર્ટ્સ ટીમોના માલિક સંજીવ ગોયનકાએ સૌથી પહેલાં તેની સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી. શાહરુખ ખાન અને તેનો સૌથી નાનો દીકરો અબરામ ખાન પણ મેસી સાથે ફોટો પડાવવા હોટેલ પહોંચ્યા હતા.


