તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફુટબૉલ રમ્યો અને રાહુલ ગાંધીને પણ મળ્યો
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફુટબૉલ રમ્યો અને રાહુલ ગાંધીને પણ મળ્યો
તેલંગણના હૈદરાબાદમાં સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ગઈ કાલે સાંજે યોજાયેલી GOAT ઇન્ડિયા ટૂરની ઇવેન્ટ સુપરહિટ રહી હતી. સાંજે ૫.૩૦ વાગ્યે મ્યુઝિકલ શો સાથે ઇવેન્ટની શરૂઆત થઈ હતી. ઑલમોસ્ટ હાઉસફુલ સ્ટેડિયમમાં લેઝરલાઇટ શો સાથે ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચ પણ યોજાઈ હતી. યંગ ટીનેજર્સ વચ્ચે તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ એક ગોલ પણ કર્યો હતો. આર્જેન્ટિનાનો લીઅનલ મેસી સાંજે ૭થી ૭.૩૦ વાગ્યાના સમયગાળામાં સ્ટેડિયમમાં આવ્યો હતો.
લીઅનલ મેસીએ આ ઇવેન્ટમાં મેદાન પર ઊતરીને તેલંગણના મુખ્ય પ્રધાન સહિત મેદાન પર ઑલમોસ્ટ પાંચ જગ્યાએ વર્તુળ બનાવીને યંગ ફૅન્સ સાથે બૉલ પાસ કરવાની રમત રમી હતી. તેણે સાથી-પ્લેયર્સ સાથે સ્ટૅન્ડમાં હાજર ફૅન્સ તરફ કિક મારીને ઑલમોસ્ટ ૧૦ બૉલ ગિફ્ટ કર્યા હતા. ઇવેન્ટના અંતે મેસી કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને પણ મળ્યો હતો. તેણે પોતાની ભાષામાં સ્પીચ આપીને હૈદરાબાદની ઇવેન્ટમાં હાજર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


