૧-૬થી હાર્યું યજમાન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કલકત્તામાં ગઈ કાલે બે વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ઉરુગ્વે સામે ભારતીય મેન્સ ફુટબૉલ ટીમને ૧-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉરુગ્વેએ બારમી મિનિટે ગોલ કર્યો પછી ભારતના અનિરુદ્ધ થાપાએ ૨૧મી મિનિટે ગોલ કરીને સ્કોર ૧-૧થી લેવલ કર્યો હતો. જોકે પછીથી ઉરુગ્વેએ ૨૮, ૫૩, ૫૯ , ૭૧ અને ૮૬ મિનિટે ગોલ કર્યા હતા. ભારત અને ઉરુગ્વેની મેન્સ ટીમ છેલ્લે ૧૯૮૨માં મૅચ રમી હતી ત્યારે ભારત ૧-૩થી હાર્યું હતું.
