૩૬ વર્ષનો શ્રીજેશ હવે જુનિયર હૉકી ટીમને કોચિંગ આપતો જોવા મળશે.
પી.આર. શ્રીજેશ
ગયા અઠવાડિયે પૅરિસમાં પોતાની શાનદાર કરીઅરનો અંત કરનાર ભૂતપૂર્વ ભારતીય હૉકી ગોલકીપર પી.આર. શ્રીજેશનું તેના હોમટાઉન કોચીમાં ભવ્ય સ્વાગત થયું હતું. કોચીન ઍરપોર્ટથી પલ્લિકારામાં તેના ઘર સુધી ઓપન જીપમાં બ્રૉન્ઝ મૅડલ લટકાવીને શ્રીજેશે રસ્તામાં તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દિલ્હીમાં પી.આર. શ્રીજેશના પરિવારને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરવાની તક મળી હતી. ૩૬ વર્ષનો શ્રીજેશ હવે જુનિયર હૉકી ટીમને કોચિંગ આપતો જોવા મળશે.