જ્યૉર્જિયામાં વર્લ્ડ કપ ફાઇનલ ૨૬ અને ૨૭ જુલાઈના રોજ રમાશે. જો જરૂરી હોય તો ૨૮ જુલાઈના રોજ ટાઇબ્રેક પણ રમાશે.
કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ
ભારતની કોનેરુ હમ્પીએ ગુરુવારે ચીનની પ્લેયરને સેમી-ફાઇનલની ટાઇબ્રેકરમાં હરાવીને વિમેન્સ ચેસ વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી. તે દિવ્યા દેશમુખ બાદ વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી બીજી ભારતીય મહિલા બની છે. પહેલી વાર મેન્સ અને વિમેન્સ ચેસ વર્લ્ડ કપમાં બે ભારતીય પ્લેયર્સ ટાઇટલ માટે આમને-સામને થશે. જ્યૉર્જિયામાં વર્લ્ડ કપ ફાઇનલ ૨૬ અને ૨૭ જુલાઈના રોજ રમાશે. જો જરૂરી હોય તો ૨૮ જુલાઈના રોજ ટાઇબ્રેક પણ રમાશે.


